રવિગાન

પૃથ્વીના આંસુ જ તેના સ્મિતને ખીલતું રાખે છે. * પ્રચંડ મરુભૂમિ ઘાસના એક તરણાના પ્રેમ કાજ તડપ્યા કરે છે; પણ તરણું ડોકું ધુણાવે છે, હસે છે, અને ઊડી જાય છે.   * સૂર્યના વિયોગમાં જો આંસુ સારશો તો તમે તારાઓનું દર્શન પણ ગુમાવશો. * ‘હે સાગર, તારી ભાષા કઈ છે ? ‘શાશ્વત પ્રશ્નની’ ‘હે આકાશ, તારા

ખલીલ ધનતેજવી ~ ચૂંટેલા શેર * Khalil Dhantejavi

ગઇકાલે ચાર એપ્રિલે કવિ ખલીલ ધનતેજવીનું દેહાવસાન થયું. એક મોટા ગજાના દિલાવર શાયરને આપણે ગુમાવ્યા. એમના ખૂબ જાણીતા શેર અહીં યાદ કરીને એમને શ્રદ્ધાંજલી પાઠવીએ. મરણ વિશેના એમના શેર મારું ના હોવું ખટકશે, કોક દિ’ કહેશે કોઈ :આજ તો ધનતેજવી પણ આપણી વચ્ચે નથી. – ખલીલ ધનતેજવી નોંધ ક્યાં થઈ મારી હયાતીની,હું મરણ બાદ ઓળખાયો

જયેન્દ્ર શેખડીવાળા ~ હોય છે * Jayendra Shekhadiwala

તું પરિચિત શબ્દના અજવાસ જેવી હોય છેકે ગઝલમાં ઓગળેલા શ્વાસ જેવી હોય છે. વાંચજો ઊભા રહી વરસાદમાં મારી કથાજે કથા ગોરંભતા આકાશ જેવી હોય છે. ઘાસ સૂતી ચાંદનીના સમ મને ના હો તમેચંદ્રનીય અવદશા નિર્ઘાસ જેવી હોય છે. પહાડથી ઉન્નત કશું હોતું નથી આ વિશ્વમાંપણ નજર મારી જુઓ અવકાશ જેવી હોય છે.      ફૂલના ઉપચારમાં એને

સ્નેહા પટેલ

તું મારામાં ખોવાઈ જાય પછી હું મને મારામાંથી સંપૂર્ણપણે પાછી મળું છું. – સ્નેહા પટેલ ઉપરના શબ્દોને સળંગ લખી નાખો તો વ્યાકરણની દૃષ્ટિએ પૂરું ગદ્ય વાક્ય છે પણ એમાં કવિતા છે…. પૂર્ણ અનુભુતિની અભિવ્યક્તિનું કાવ્ય રચાઇ  ગયું છે … શબ્દો એક પછી એક તૃપ્તિના બુંદની જેમ ટપકયા છે. ચાલો જોઇએ આ જ કવયિત્રીની બીજી આવી

કિશોર બારોટ ~ આપણે તો * Kishor Barot

આપણે તો  માર્ગ ટૂંકા ને સરળ શોધ્યા કર્યાં.ના કશું નક્કર કર્યું, બસ લોટમાં લીટા કર્યાં. પેટ ભરવાના બહાને પોટલાં ભરવાં  હતાં,એ જ કારણ જિંદગીભર લોહીઉકાળા કર્યાં. આજ પણ તારા બની એ ઝળહળે છે આભમાં,કૈંક અંધારા ઘરોમાં જેમણે દીવા કર્યાં. ‘માંગણી કંઈપણ નહીં, બસ ચાહવું,’ એ પ્રેમ છે.પ્રેમ નામે આપણે કૈં કેટલાં ત્રાગાં કર્યા. યાદ ઉપકારો

શૈલેષ પંડ્યા ‘નિશેષ’ ~ હું નથી * Shailesh Pandya ‘Nishesh’

હું નથી આ હું ને તું પણ તું નથી,જીવતરમાં એટલે ખુશ્બુ નથી. છે કસુંબલ પ્રેમનો પ્યાલો ભલા,આંખ એની બીજુ કંઈ જ કશુ નથી. આ નદી હરખે ગઈ સાગર કને,સાગરે કંઈ આવવા કીધું નથી. હાથ મહેંદી મુકેલા સોંપ્યા પછી,ઘરનું ઘર પાસે કંઈ બચ્યું નથી. ઓરડાનું રડવું એ શું જાણે ?આંસુ જેણે કોઈનું લુછ્યું નથી. ઓ હવા!

રવિગાન

પંખીને મન એમ થાય છે કે હું વાદળ હોત તો કેવું સારું ! વાદળ વિચારે છે કે હું પક્ષી હોત તો કેવું સારું ! ** જળની માછલી મૂંગી છે, ધરતી પરનું પ્રાણી શોર કરે છે, હવામાંનું પંખી ગાય છે. પણ મનુષ્યની અંદર મહાસાગરનું મૌન, પૃથ્વીનો કલશોર અને હવાનું સંગીત રહેલું છે. ** આકાશના તારાને આગિયા

હિતેન આનંદપરા ~ રહેવા દે

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત, કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે. વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે. મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું. ગણિતની

શિલ્પી બુરેઠા ~ કબીરા

ઝીણી નજરે દેખ કબીરા,ઈશ્વર અલ્લાહ એક કબીરા. બાહર ઝીણી ઝાલર વાગે,ભીતર ઠેકમઠેક કબીરા.અંતર મનથી આરાધી લે, પહોંચી જાશે છેક કબીરા. ઈચ્છાઓના ઢગલા વચ્ચે, ટૂંકી જીવનરેખ કબીરા.કાંઈ તને નડતું ના હો તો, પહેરી લેને ભેખ કબીરા. – ‘શિલ્પી’ બુરેઠા કલમ અને પીંછીના કસબી કવિ શિલ્પી બુરેઠાની આ ટૂંકી બહેરની ગઝલમાં ખૂબ ઓછા શબ્દોમાં અને અસરકારક રીતે શીખ છે, કટાક્ષ છે અને

Scroll to Top