દલપત ચૌહાણ ~ પ્રિયે * Dalpat Chauhan
પ્રિયે, આ યાદ. ગામ તળાવ સર સર ગાય છે. માગશર ધ્રૂજે છે તારી ગોદમાં, અધૂરે કપડે. અને.. હું લમણે હાથ દઈ કોને કોને દોષ દઉં? પ્રિયે, ટાઢ વાય છે? નજીક આવને. પણ ઓઢીશું શું? આભ કે અવની? તારા અંગમાં તો થીજતો માગશર ક્યારનોય તરફડ્યા કરે છે. આ સુની લગતી માગશરી ચાંદનીમાં ડાકલી વગાડતી તારી હડપચી અને મચ્છરોના ગાનમાં
