રવિગાન
ખોટાને પરાજ્ય પોસાતો નથી, સાચાને પોસાય છે.. ** પરમાનંદના અવિરત વિસ્ફોટ સમી આ પુષ્પોની વૃષ્ટિ કરનારો ફૂવારો ક્યાં હશે ? ** પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ગુમાવી નથી. ** તણખલું પોતાને સંગ ધરતી પર ઘાસની ભીડમાં શોધી લે છે, વૃક્ષ પોતાનું એકાંત આકાશમાં ખોળે છે. વસંત પરીખ ‘રવિ
