ધ્રુવ ભટ્ટ ~ ઓચિંતું કોઈ મને * Dhruv Bhatt

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે…..   ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજએકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજતાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે…… આંખોમાં પાણી

ગુણવંત ઉપાધ્યાય ~ માંગવું ગમે

તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે દીધું  હૃદય તો સ્વપ્ન સમુ માંગવું ગમે તું છે સ્વયં કવિતા વિષય કવિનો તું છંદોવિધાન, ગાન બહુ માંગવું ગમે તારો વિકલ્પ તું જ અને તું જ સર્વદા માંગ્યા વિના મળે તો ઘણું માંગવું ગમે ઇચ્છાના નામે તારું સહજ નામ લઈ લીધું શબ્દોનું બેમિસાલપણું માગવું ગમે. વાદળ સમી છે તું અને

રવીન્દ્રનાથ ટાગોર ~ એકલો જાને રે * Rabindranath Tagore

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો … જો સૌના મોં સિવાયઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી

ગુણવંત વ્યાસ ~ શબદ

તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે;છતાં જે વંચાતો કદી કલમથી, તે શબદ છે !સદા બોલાયેલો શબદ પણ ના હો શબદ; તોનહીં બોલાયેલો, પણ અરથ હો : તે શબદ છે ! કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો,કદી એકાંતે તે ‘હઉંક’ કરતો બાળ બનતો;કદી મૂંગોમૂંગો ખળખળ વહંતો તનમને,કદી ગાજી ગાજી ખળભળ કરી દે અનંતને.

રવિગાન

જીવન સુંદર હજો વસંતના પુષ્પો જેવું, મૃત્યુ પાનખરના પાંદડા સમું. ** ‘ફળ ઓ ફળ ! તું મારાથી કેટલું દૂર છે ?’ ‘તારા હૈયામાં જ લપાઈને બેઠું છું હે ફૂલ !’ ** આ તલસાટ તેને માટે છે જેનો અંધકારમાં અણસાર આવે છે પણ જેના દર્શન થતાં નથી. ** વિશાળી આ વસુંધરા પોતાને વસવાલાયક બનાવે છે, ઋણની

ગૌરાંગ ઠાકર ~ બોલ ને સખા

બોલ ને સખા કઇ રીતે હું આયના સામે જોંઉ ?જોઇ તું લે તો ક્યાંય બીજે હું ભાળવું મેલી દઉં. ટેરવે લીધું કંકુ અલી મેં ય બરાબર એમઊંચકે જાણે આભ ધરાથી સૂરજદેવને જેમભાલમાં તિલક તાણતાં લાગી હું અજાણી હોંઉ… ઉરનો આનંદ આજ ગળાનાં હારમાં પહેર્યો મેંહાથનાં કંગન હાથને દે છે સુખની તાળી લેમન કળાયેલ મોર થયું

જયશ્રી મહેતા ~ રેતીમાં પગલાંની * Jayshree Maheta

રેતીમાં પગલાંની ઊડે સુગંધને આયનામાં તારી હથેળીઓકાનમાં ગૂંજે છે તારા અવાજજાણે બોલે છે કોઇ કલકલિયો….. ટપટપ પગલીએ દોડે આ ઘર આખુંલીંપણની ભીની ઓકળીઓકલરવની ડાળ પર બેઠી કોયલડીખંખેરી નાખી બધી સળીઓ………. હળુહળુ હીંચકાની હોડીમાં ઝૂલતીદરિયો પકડતી હાથમાંમાતાના પાલવમાં સંતાતી ફરતીમેળો મલકનો જાણે મળિયો……… ~ જયશ્રી મહેતા દીકરીને બચાવવાના અભિયાનો ચાલી રહ્યાં છે, પુત્રીને વધાવવાનો ઉત્સવ ચાલી

રશીદ મીર ~ સરનામું * Rashid Mir

પૂછી બેઠા વ્યથાનું સરનામું;હોય જાણે મજાનું સરનામું. ઉમ્રભર શોધતાં જ રહેવાનું;ને મળે ના કશાનું સરનામું. જેમની આંખ પાણી પાણી છે;એય પૂછે ઘટાનું સરનામું. મારી દીવાનગી સલામત હો;હોય છે ક્યાં કશાનું સરનામું. આપણે ગૂમ થૈ ગયા એવા;એક પૂછે બીજાનું સરનામું. આપણે ગામેગામ ફરવાનું;કોણ રાખે સદાનું સરનામું. આપણે પણ જવાનું છોડીને;‘મીર’ પાછળ બધાંનું સરનામું. – ડૉ. રશીદ

કિશોર જિકાદરા ~ તમે આજે, તમે કાલે * Kishor Jikadara

નહીં આવો ? તમે આજે, તમે કાલે, તમે પરમેય નહીં આવો ?કહો અશ્રુ ભરેલી આંખની શરમેય નહીં આવો ? તમે શેરી,  તમે આંગણ, તમે આ ખોરડે ક્યાંથી ?કબૂલ મંજૂર છે અમને બધી શરતેય નહીં આવો ? સવારે પણ, બપોરે પણ અને રાતેય ખૂલ્લાં છે,તમે ક્યારેય શું આ દ્વારની પડખેય નહીં આવો ? અરે આવ્યાં,  ખરે

ગિરીશ રઢુકિયા ~ કોને ખબર

કાલ કેવી આવશે, કોને ખબર ? કોણ કેવું ફાવશે, કોને ખબર? ડાળ પરથી પંખીઓ ઊડી ગયાં, ત્યાં જ પાછાં આવશે, કોને ખબર? એ પ્રથમ કરશે જતન તો ઝાડનું, ‘ ને પછી છોલાવશે, કોને ખબર? જે ક્ષણો આપી ગઈ છે ભવ્યતા, એ ક્ષણો હંફાવશે, કોને ખબર? છેક છેલ્લાં શ્વાસની એ ક્ષણ હશે, એ મને બોલાવશે, કોને

Scroll to Top