રવિગાન

શાંત થા મારા હૃદય, આ મહાકાય વૃક્ષો રૂપે અહીં પ્રાર્થના ચાલી રહી છે. ** ક્ષણનો ઘોંઘાટ શાશ્વતીના સંગીતનો ઉપહાસ કરે છે. ** વાદળું વિનમ્રભાવે આકાશના એક ખૂણામાં ઊભું હતું. પ્રભાતે તેના મસ્તકે વૈભવનો મુગટ પહેરાવ્યો. ** માટી અપમાન પામે છે અને તેનો બદલો વાળે છે ફૂલો વડે. સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ  16.5.21 ડો.

જાતુષ જોશી ~ અથાતો બ્રહ્મજિજ્ઞાસા

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસાપળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકેસતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છેકિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતેવિહગ શું ત્યાં જ સંતાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. નિશા કાયમ ગગનના કુંભમાં

રેખા ભટ્ટ ~ ચ્યમ અલી * Rekha Bhatt

ચ્યમ અલી તું ઊંઘી ર’ઈસ, નથી  જવું કોમે ?આળહ ખંચેરી ઊભી  થઇ જા, સૂરજ  આયો હો’મે, પેટ પાતાળે સોકરો રૂએ, એની હોમું જોહિંમત કરી ન બેઠી થઈ જા, આથ પગ મૂંઢુ ધો, ચેવો વેરી રોગ આયો આ શે’ર ની સે પાયમાલીદવા મૂંઘી, રોટલો નહી’ન , ગજવું થઇ  જયું  ખાલી  હાલને ગાંમડે હેડયાં જઈએ, જ્યાં તાં

નયના જાની ~ આ ધોધમાર વરસે

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે ! ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે ! ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,આ નેહના ગગનનો સઘળોય સાર વરસે ! હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે ! ~ નયના જાની હમણાં

મનોજ જોશી ‘મન’ ~ નાનકડી છે સોય * Manoj Joshi

કોરોના કાવ્ય નાનકડી છે સોય ! પણ કરશે મોટું કામVaccine લેવાં દોડજો મૂકી કામ તમામ ! ના તો સરહદ શસ્ત્ર કંઈ ! જુદું છે આ યુદ્ધ !Vaccine લઈ ઘરમાં રહે, એ કહેવાશે બુદ્ધ ! અફવાનાં નહીં સત્યનાં પલ્લામાં પગ રાખ !Vaccine લઈને વીંધ તું Coronaની આંખ ! માથાં કાપી થાકશો, ના લઈ શકશો પ્રાણ !Coronaની

રાજેન્દ્ર શુક્લ ~ સામાય ધસી જઈએ * Rajendra Shukl

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએએકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ… આમેય વીતવવાની છે રાત સરોવરમાંતો ચાલ, કમલદલમાં આ રાત ફસી જઈએ… એકએક કસોટીમાંથી પાર ઉતરવાનુંહર શ્વાસ કસોટી છે, એનેય કસી જઈએ… આ ફીણ તરંગોના, છે શીખ સમંદરનીરેતાળ કિનારા પર હેતાળ ફસી જઈએ… ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનોહોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વાસી જઈએ… ~

ઇંગીત ચિનુ મોદી ~ આંખો રણની * Ingit Chinu Modi

આંખો રણની ભીની થઇ ગઇરેતી જ્યાં બર્ફીલી થઇ ગઇ પૃથ્વી ફરતી પડખું ત્યારેડરથી ભીંતો ધુજતી થઇ ગઇ તૂટેલાં ચ્હેરા જોડ્યા તોપાદરમાં તો ખાંભી થઇ ગઇ આપી દે ભૂલોની માફીગુનાની તૈયારી થઈ ગઈ ટક ટક દરવાજા પર પડતાંઘટના ઘરમાં ફરતી થઇ ગઇ – ઇંગીત ચિનુ મોદી ખૂબ જાણીતા અને લોકપ્રિય કવિ ચીનુ મોદીના પુત્ર ઇંગિતભાઈ છેલ્લા થોડાક

રાજુલ ભાનુશાળી ~ વસીને બારસાખે

વસીને બારસાખે પાંગરી છું હું  ફક્ત વરને નહીં, ઘરને વરી છું હું કહે, એથી અનેરું સુખ શું હોવાનું? તું પણ છે સાંવરો, ને સાંવરી છું હું! લખી લીધા લલાટે લાભ ને શુભ પણ, સ્તવનનો સૂર છે તું, ઝાલરી છું હું નથી આ પાર કે તે પાર, તો ક્યાં છું? પળેપળ આ વલયમાં વિસ્તરી છું હું 

સુરેશ જાની ~ વાતો સમીર

છંદ – વસંતતિલકા (શેકસ્પિયરશાયી સોનેટ) વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે. પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે. વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા શાતા પમાડી સહુને કમનીય ભાસે વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે નીલાં, રસાળ, મનની તરસો છીપે છે. ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો

હસમુખ અબોટી ‘ચંદન’ ~ નથી જોયો

(શિખરિણી) નથી જોયો આવો : અસુર સમ દુષ્કાળ નયને ; મુઓ રાકાંસી થ્યો ! અવિરત કથે આંસુ સહુના. નથી દાણો-પાણી, નજર પડે ન ઘાસ અમથું અબોલા જીવોને અઘટિત પળે મોત ભરખે બિચારાં બચ્ચાં તો મૃત જનનીના સ્તન મુખમાં લઈને છાતીએ લસલસ લસે પેટ ભરવા પરંતુ ક્યાં જાણે ? નિજ જનની છે મોત શરણે પછી માતા

Scroll to Top