રાકેશ હાંસલિયા ~ થેલીનું કેવું * Rakesh Hansaliya

થેલીનું કેવું રૂપાંતર થાય છે,ચોપડી ભરવાથી દફતર થાય છે ! એક પડછાયો અહીં બેઠો રહ્યોબાંકડાને આજ કળતર થાય છે ! શીખવા મળતું નથી સંસારમાંમાના ખોળામાં જે ભણતર થાય છે ! એક તાકાના જ છે સંતાન પણએક ખાપણ, એક ચાદર થાય છે ! અર્થ ત્યારે રાખ હોવાનો સરેક્યારીમાં નાખો તો ખાતર થાય છે ખપ પડે છે

ધીરુબહેન પટેલ ~ મારો શાકવાળો * Dhirubahen Patel

મારો શાકવાળો ઘણો સારો છે દરરોજ સવારે મને સ્મિત સાથે નમસ્કાર કરે છે પછી જ ભાવની કડાકૂટ આદરે છે ક્યારેક એના વટાણા સડેલા હોય ટામેટાં વધારે પડતાં પાકી ગયાં હોય એના ત્રાજવાનું પણ બહુ ઠેકાણૂ ન હોય પણ એ એના ઘરની વાતો કરે અને મુલાયમ રીતે જાણી લે કે મારું તો બધું ઠીકઠાક છે ને

કૃષ્ણ દવે ~ ચાલો થોડુંક્ હસીએ * Krushna Dave

ચાલો થોડુંક્ હસીએઘણું ઘણું ભાઇ ઘણું જ રોયાચાલો થોડુંક્ હસીએ….થઈ શકે તો હોઠ ઉપર મુસકાન બનીને વસીએ મારો તારો કે પેલાનો નથી કોઈનો વાંકનાનો કે મોટો પણ સૌને લાગ્યો છે તો થાકમુઠ્ઠી મુઠ્ઠી નીરાંતના બે શ્વાસ મળે તો શ્વસીએચાલો થોડુંક્ હસીએ….. નથી કુહાડી થવું કોઇની નથી જ બનવું હાથાનથી ડ્હોળવી ભાષા નિર્મળ નથી કૂટવા માથાબની

ભગવતીકુમાર શર્મા ~ ઉદાસી * Bhagavatikumar Sharma

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,તમારા વિના સાંજ ડૂસકે ચડી છે. મને ઉંબરે એકલો છોડી દઈને,હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે. તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,મધુમાલતી એ જ ભીંતે ચઢી છે. જરા ગણગણી લઉં તમારી સભામાં,ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે. ~ ભગવતીકુમાર શર્મા 31.5.21 કાવ્ય : ભગવતીકુમાર શર્મા સ્વર : સત્યેન જગીવાલા સંગીત :

ઈશિતા દવે ~ બંધ સાંકળ * Ishita Dave

બંધ સાંકળ સ્હેજ ખખડાવ તો સાચો કહુંતું હૃદયના બારણાં ખોલાવ તો સાચો કહું. જઇ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છેજિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું તું પરીક્ષા કાયમી લીધા કરે, દે તો ખરોદીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું ચોપડીના ચાર પાનાઓ ભણાવે થાય નહિઅર્થ ટહુકાનો જરા સમજાવ તો સાચો કહું કોઇની પણ

જિતેન્દ્ર પ્રજાપતિ ~ ખેંચતું કાયમ

ખેંચતું કાયમ મને ગઇકાલમાં એક આંસુ એવું છે રૂમાલમાં. રૂબરૂ તું આવ, કર ઉપચાર કૈંક તેં જ ચીપકાવી ઉદાસી ભાલમાં. સૂર્ય ઊગ્યો છે છતાં કલરવ નથી પંખીઓ શું ઉતર્યા હડતાલમાં ? એક તારી યાદનું કૈં ના થયું મેં ચણી દીધું ઘણું દીવાલમાં. આવ, તારી જિંદગી અજવાળી જા સૂર્ય મૂકું છું શબદના ફાલમાં. – જિતેન્દ્ર પ્રજાપતિ તેં જ

નિશિ સિંહ ~ હાથ છૂટ્યો

હાથ છૂટ્યો પણ હ્રદય તો ત્યાં રહ્યું ! ના ઇલાજે તન ફકત પાછું વળ્યું ! કોણ સાચું માનશે ? કોને કહું ? દિલ દેતાં તો દઇ દીધું ભારે પડયું ! જિંદગી છે સ્નેહનું ઝરણું અગર, કોણ લથબથ, કોણ ખળખળ વિસ્તર્યુ ? પ્રેમના વૈફલ્યની એ ફલશ્રુતિ, કે પરખવું એકને નિષ્ફળ બન્યું ! લાગણીનું વિશ્વ છે સમૃદ્ધ

રાજેન્દ્ર પટેલ ~ વૃક્ષ

જ્યારથી વૃક્ષ ઉપરથી પહેલું પંખી ગીત ગાઈને ઊડી ગયું ત્યારથી વૃક્ષ ઝૂરતું રહ્યું એના માટે એ ઝુરાપામાં ને ઝુરાપામાં એને ફણગી ઊઠ્યાં ફળ લચી પડ્યા ફૂલ જેટલી વાર કોઈ મધમાખીએ ચૂસ્યાં ફૂલ જેટલી વાર કોઈ પંખીએ કોચ્યાં ફળ વૃક્ષ ફરી ફરીને ફણગતું રહ્યું પેલું પંખી તો પાછું ફર્યું નહીં પણ વૃક્ષ જીવતું રહ્યું એની રાહમાં

પારુલ ખખ્ખર ~ દરિયો * Parul Khakhkhar

શરમ છોડી ઉઘાડેછોગ ભેટી જાય છે દરિયો,જરા શી આંખ મિંચકારી પછી મલકાય છે દરિયો. અઘોરી જેમ ખિસ્સામાં રહેલી રેત ધૂણે ને,બની સાંકળ ત્વચા પર તે પછી વિંઝાય છે દરિયો. કિનારા પર પ્રથમ તો એક પગલું આળખે પોતે,પછી મોજાં ભરેલી આંખમાં વંચાય છે દરિયો. ફકત ઘુઘવાટ પર મુસ્તાક રહેવાની કળા જાણે,નથી સંગીત આવડતું છતાં યે ગાય

Scroll to Top