શ્યામલ મુનશી ~ સુખનું સરનામું

સુખનું સરનામું આપો;જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;સુખનું સરનામું આપો. સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ? ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખોક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખોમળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું

વિજય રાજ્યગુરુ ~ ઘર ઢાળા

હોલાયા અંગારા, કવ છું વળો હવે ઘર ઢાળા !જુઓ હવે આ રથ આવ્યો છે, ઘોડા છે પાંખાળા,કવ છું વળો હવે ઘર ઢાળા ! સાથ આટલો હતો ગયો છૂટી અફસોસ ન કરશો,ધુમ્રસેર વિખરાઈ જવા દો, મુઠ્ઠીમાં ન પકડશો !ઝાંખીપાંખી અટકળને પણ મારી દેજો તાળાં,કવ છું વળો હવે ઘર ઢાળા ! ક્યાંક કોઈ બોલાશ થશે, આંખો સામે

અનામી – દાળ દાઝે છે

કહું શું કાલની કહાણી અરે, આ દાળ દાઝે છે…  સાંભળ બેન ઓ શાણી અરે, આ દાળ દાઝે છે…  પ્રભાતે કામ આટોપી ગઈ હું નાથની પાસે નીચેથી સૂર સંભળાયા અરે, આ દાળ દાઝે છે…  દયાથી સાસુજી ગરજ્યા, વહુજી ક્યાં જઈ બેઠા ? એનું નાક છે કે નળિયું, અરે, આ દાળ દાઝે છે…  પૂજા કરતાં વદયા સસરા,

ભગીરથ બ્રહ્મભટ્ટ ~ ઘણાં બધાં તો * Bhagirath Brahmabhatt

ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા. તલના ભેળા ભળ્યા કોદરા, દાણે દાણો ગોત,સાચજૂઠના તાણે વાણે, બંધાયું છે પોત; પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં,લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા. ક્ષુધા કણની મણની માયા, ઘણાં બધાંને વળગી,ઘણાં ખરાંની દરિયા વચ્ચે, કાયા ભડભડ સળગી; જબરા જબરા

શ્યામ સાધુ ~ કમળ જેવું * Shyam Sadhu

કમળ જેવું કશુંક વાવી દીધું છે,નર્યા રણને છલકાવી દીધું છે. પવન ને ફૂલનો સંબંધ શું છે ?સ્મરણનું નામ બદલાવી દીધું છે. નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,તમે એક નામ ત્રોફાવી દીધું છે. તમારી ખોટ સાલે છે તિમિરને,અમે તો મૌનને બહેલાવી દીધું છે. પ્રવાસી હુંય પળનો છું અહીં પણ,સમયનું વ્હેણ થંભાવી દીધું છે. ~ શ્યામ

બંસી દવે ~ આજે ફરી * Bansi Dave

🥀 🥀    આજે ફરી મારી જાત નીચે બેસી ગઈ,કુરુક્ષેત્રના અર્જુન સમી. સ્વજનની સાથે લડવા એ ઉભી થયેલી,નીડર ક્ષત્રિય યોદ્ધાની જેમ,હાથમાં શબ્દોની ઢાલ લઈને આંખમાં તેજની તલવાર લઈ રોજ હળવેથી સાદ કરનારો અવાજઆજે હુંકાર બની પ્રગટ્યો હતો..પ્રતિદિન આત્મસન્માનનાં ચીરહરણકોઈ ક્યાં સુધી સહી શકે..!!! ને….બસ નાદ થયો ને રચાયો રણસંગ્રામ મારી અંદરશું શબ્દો જ શબ્દોના ઘા રુઝવશે ?શબ્દો પણ

પૂજાલાલ દલવાડી ~ ઉન્મીલિત થા

ઉન્મીલિત થા, અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ તૃપ્તિએ કર સહુને તરબોળ …. અજબ રંગ રેલાવ દિગંતર, સ્મિત શિવસુંદર સાર મ્લાન મુખોને મહદ મુદની પા પિયૂષી ધાર અમૃતાના ઉછાળ કલ કલ્લોલ….. બંધ રહે ના, અંધ રહે ના, નજર બૃહત પર બાંધ અનહદ સાદે, અનહદ નાદે સુરતા તારી

કુમાર જૈમિની શાસ્ત્રી ~ મૌન છે

ધરતીય મૌન છે અને આકાશ મૌન છે દરિયો ભલે ને ઘૂઘવે, ખારાશ મૌન છે. હોવાનો અર્થ અન્યને સમજાવતો રહ્યો મારી હયાતીનો ખરો અહેસાસ મૌન છે. ઊભાં છે એક પગ ઉપર વર્ષો સુધી અડગ વૃક્ષોની સાધના તો સરેરાશ મૌન છે. પૂનમ અને અમાસમાં સ્થાપે છે સામ્યતા અંધાર મૌન છે અને અજવાસ મૌન છે. વાતાવરણની સ્તબ્ધતા સંભળાય

કુણાલ શાહ ~ સમાતા નથી * Kunal Shah

સમાતા નથી નામ ઇતિહાસ પાને,જરા મોટો કરશો હવે હાંસિયાને ? ઉભો ખાલી ખીસ્સે ભરેલા બજારે,ઉપડતા નથી પગ ઘરે પણ જવાને. બધા પાત્ર મનમાં વસી જાય ત્યારે,બરાબર એ અટકાવવાનો કથાને. જણાવીને અંગત કહો કાનમાં એ,હકીકત જે પહોંચાડવી હો બધાને. ઉદાસીની પાસેના ગલ્લે ઉભા રહી,ઘણી ભીડ જોઈ ખુશીની દુકાને. – કુણાલ શાહ પ્રથમ શેરમાં જ ગજબનો કટાક્ષ છે,

મનોહર ત્રિવેદી ~ તો પપ્પા * Manohar Trivedi

તો, પપ્પા, હવે ફોન મૂકું ?તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું….. હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલતોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..તો, પપ્પા, હવે ફોન મૂકું ? મમ્મીબા જલસામાં ?…બાજુમાં

Scroll to Top