ભાવેશ ભટ્ટ ~ મારો તો કાયમ

મારો તો કાયમ આ રીતે દા’ડો ભરાય છે હું થાઉં છું ખાલી અને ખોબો ભરાય છે. એને ફિકર પાણીની ક્યાં સ્હેજે રહી હવે ! ચીસોથી એના ગામનો કૂવો ભરાય છે. અંગત અદાવત આંસુ સાથે થાય છે પછી જયારે ઉછીના સ્મિતથી ચહેરો ભરાય છે. એ કોળિયો સમજી ગળી જાતી ભલે મને તારી ગલીના પેટનો ખાડો ભરાય

સરલા સુતરીયા ‘સરલ’ ~ હેઠો ઉતર

મોટી મોટી વાત ન કર હેઠો ઉતર ઊંચો નીચો સાદ ન કર, હેઠો ઉતર. કૈંક જન્મોના ઋણોથી સાથ મળ્યો ખાલી ખોટ્ટો વાદ ન કર, હેઠો ઉતર. વહેંત ઊંચી કામનાઓ જાગે જ્યારે આભ ઊંચો વાર ના કર, હેઠો ઉતર. માંડ મળે જો હાથમાં મનગમતી રેખા જિંદગી તારાજ ન કર, હેઠો ઉતર. જોયાં શમણાં ભાર વિના ખુલ્લી આંખે

ભગવતીકુમાર શર્મા ~ चाँद से लिपटी हुई * Bhagavatikumar Sharma * Rasbihari Desai

चाँद से लिपटी हुई सी रात है पर तू नहींફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડેहर तरफ बरसात ही बरसात है पर तू नहीं है जमीं बंझर मगर यादों की हरियाली भी हैપાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી मौसम ए बारिश में कश्ती को डुबोना

પ્રણવ ઠાકર ~ સાંજ વેળા * Pranav Thakar

બધાં ખ્વાબ ખૂટયાં સમી સાંજ વેળાપછી શ્વાસ તૂટ્યા સમી સાંજ વેળા. ડગર, ઘર, નાગર સાવ સૂનાં અમારાંબધા દેવ રૂઠયા સમી સાંજ વેળા. અમસ્તું નથી દર્દ મારા કવનમાંઘણા ઝખ્મ ઘૂંટયા સમી સાંજ વેળા. અમારાં હતા પણ થયા ના અમારાઅમોને જ લૂંટયા સમી સાંજ વેળા. અચાનક વળી વાદળી એક વરસીનવાં પાન ફૂટયાં સમી સાંજ વેળા. અગમ ખુશ્બુથી

પ્રિયકાંત મણીયાર ~ આ નભ * Priyakant Maniyar

🥀 🥀 આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રેઆ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રેઆ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રેઆ કેશ ગૂંથ્યા તે કાનજી

હર્ષદ ચંદારાણા ~ ગરજતા મેઘ * Harshad Chandarana

ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે. હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે. પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ ચિત્તચોર આવ્યા છે. મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર

પન્ના નાયક ~ અહો! મોરપીંછ-મંજીરા Panna Nayak

અહો! મોરપીંછ-મંજીરા વાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો સપને સૂતી સપને જાગીક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગીસૂર મારા ઊંડાણને તાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો મુખડાની માયામાં મોહી પડીઆંખ હસતાં હસતાં વળી રોઈ પડીકોઈ શ્વાસે પાસે દૂર ભાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે. – પન્ના નાયક પન્ના નાયક એકમાત્ર એવા કવયિત્રી છે

વિપુલ માંગરોલિયા ‘વેદાંત’ ~ સાથે છે

સાથે છે પણ અળગાં લાગે માણસ વચ્ચે પડદા લાગે.   દર્પણની આદત છે ભૂંડી અવળા છે તે સવળા લાગે. સ્વીચોમાં મોસમ અટવાણી તડકાને શીતળતા લાગે. થોડો અમથો ગોળ કરી દે પથ્થરને ઈશ્વરતા લાગે. કિસ્મત જો સાથે ના હો તો પાણીમાં પગ બળતા લાગે. બાળકના પ્રશ્નોની સામે જીભે લોચા વળતાં લાગે. મંદિરમાં માથું અફળાયું લોકોને શ્રીફળતા

તુષાર શુક્લ ~ પ્રેમ * Tushar Shukla

દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે,તને ભીંજાવું ગમશે કે કેમ ? એમ પૂછીને થાય નહીં પ્રેમ…. ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;એમ પૂછીને થાય નહીં પ્રેમ….. ડગલે ને પગલે જો પૂછ્યા

જ્યોતિ હિરાણી ~ આભથી આ પરબારું આવ્યું* Jyoti Hirani

દીવો કરજો આભથી આ પરબારું આવ્યું દીવો કરજોલ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છેઆવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો. ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓકોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો. આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાંસૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો. શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખીલ્યો પાછું ઘરબારું આવ્યું દીવો

Scroll to Top