અશોકપુરી ગોસ્વામી ~ ચોમાસું * Ashokpuri Goswami

સાવ રે ગારાની મારી કાચી રે ભીંત;  હજી ચોમાસું ચાર વેંત છેટું.ધસમસતાં પાણીની ઝાઝેરી પ્રિત;  હજી ચોમાસું ચાર વેંત છેટું. છાતીના થાળા પર ફણીધર નાગ; અને રાત જાણે ભમ્મરિયો કૂવો.ડાકલાં વગાડી મારી અંદરના ઝોડને; જીવતું કરે કોક ભૂવો.ભર રે ચોમાસે મારી કાયાને ઠારવા; આય ને આકાશ જરા હેઠું હજી ચોમાસું ચાર વેંત છેટું. નથ્ય દલમાં

શબનમ ખોજા ~ સમજણનું પહેર્યું * Shabanam Khoja

સમજણનું પહેર્યું મેં વસ્તર, મોં પર વાસ્યું તાળું.ઈચ્છાના ઉઝરડા ઢાંક્યા, અંદર બસ અંધારુ. કોને જઈને કહેવી સૈયર આ તો કાળી પીડ,અંગ અંગને કોરી ખાતી જેમ ઝાડને તીડ !હૈયે નકરા સોળ ઉઠ્યા છે, કોને જઈ દેખાડું? તેં કીધું’તું થોડા દિવસો રહીશ મારી અંદરહાય ઉદાસી ! તું તો લાવી ડૂમા કેરો સમદર !ઉપરથી દીધાં તેં આંસુ કહીને

સૌમ્ય જોશી ~ એવો આવ્યો રે * Saumya Joshi

એવો આવ્યો રે આવ્યો રે અસવાર….  જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ !જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ !એવો આવ્યો રે આવ્યો, અસવાર રે,હું એની ડમરીની ધૂળ બની જઉં, એ તાલ દે અને હું તાલી દઉં ! એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે !એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે,એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં,એવો

શ્યામલ મુનશી ~ એક રમકડું

એક રમકડું લઈ મનગમતું, માના ખોળે હસતું-રમતું,મીઠાં હાલરડાં સાંભળતુંમાની સામે જોતું જોતુંબાળક ઊંઘી જાયમને તો સુખ એમાં દેખાય. ભાર ભરેલાં દફતર ખાખીએક દિવસ ખૂણામાં નાંખી,નિશાળમાં પણ છુટ્ટી રાખીભાઈબંધો સૌ થઈ ઉઘાડા ભરવર્ષામાં ન્હાયમને તો સુખ એમાં દેખાય. ઈચ્છાઓ લઈને ઊભેલી,એક છોકરી પ્રેમે-ઘેલી,નિશ્ચિત સ્થાને પહોંચી વહેલીપ્રેમીનેજોતાંની સાથે આછેરું મલકાયમને તો સુખ એમાં દેખાય. એક દિવસ મા

ભરત વ્યાસ ~ ए मालिक * Bharat Vyas

ए मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे, करमनेकी पर चले और बदी से टले,ताकि हंसते हुए निकले दम…. ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहावो रहा बेखबर, कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहाहै तेरी रोशनी में जो दम,तो अमावस को कर दे पुनमनेकी पर चले और बदी से

મનોજ ખંડેરિયા ~ પ્હોંચ્યા * Manoj Khanderiya

સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યાબિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છાનહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-પછી પ્હોંચીને જોયું તો રૂપાળા

રીનલ પટેલ ~ આવે

આંખ ખુલતાવેંત સામે એ જ આવે,એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે. એમ આવે સટસટાસટ યાદ એની,જેમ સિગ્નલ આવતાં મેસેજ આવે. બેઉને, બન્નેની, એ પણ એક સરખી,હોય લત, સાચી મજા ત્યારે જ આવે. એટલા હકથી પધારે આપદા કે-જાણે મામાના ઘરે ભાણેજ આવે. આમ લાવી ના શકો એને પરાણે,આ ગઝલ છે, એ તો સ્વેચ્છાએ જ આવે.

મુકેશ જોશી ~ તે આ મુજબ * Mukesh Joshi

આપને જોયા પછી જે કંઇ થયું તે આ મુજબઆંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ. બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવોઆટલું આકાશ કોઇ દઇ ગયું તે આ મુજબ. ’આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતુંસો કરી વાતો છતાં જે રહી ગયું તે આ મુજબ. એક શીશીમાં સુગન્ધીદાર ડૂસકાંઓ રડેમોગરાનું ફૂલ

ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ Purushottam Mevada

મૌનમાં કાયમ રહે એ શક્ય છે લાગણી મોઘમ રહે એ શક્ય છે. ના મિલાવો આંખ સાથે આંખને ચેપનું જોખમ રહે એ શક્ય છે. ફૂલ આપો પ્રેમથી જો કોઈને હાથમાં ફોરમ રહે એ શક્ય છે. પાનખર તો આવશે ને જાય પણ વૃક્ષ લીલુંછમ રહે એ શક્ય છે. ‘સાજ’ની આ જિંદગી તો ખેલ છે દાવમાં અણનમ રહે

Scroll to Top