ભરત વિંઝુડા – રંગ કાળો

રંગ કાળો, પીળો થયો જ નહીં,એના દિલમાં દીવો થયો જ નહીં ! બાકી રાખી દીધું વરસવાનું,એણે ને હું ભીનો થયો જ નહીં ! એક પથ્થરને મેં તરાસ્યો બહુ,પણ કદી એ હીરો થયો જ નહીં ! કાગડા હોય છે બધે કાળાં,કંઈ અનુભવ બીજો થયો જ નહીં ! માત્ર મારા જ માપમાં છું હું,સહેજ ઊંચો, નીચો થયો

મીનાક્ષી ચંદારાણા ~ ગુરુજી * Minaxi Chandarana

ગુરુજી,  હું તો ઠાલી ઊભી રહીગુરુજી હવે કિરપા કરજો કંઈ એક દિવસ મેં શમણું દીઠું, શમણામાં અજવાસએ દિવસે મેં બારી ખોલી, ઝીલવા સૂરજ ખાસઆડા આવ્યા અંગારા,  ને કંઈ દેખાયું નહીંગુરુજી, હું તો ઠાલી ઊભી રહી એક દિવસ મેં શમણું દીઠું,  શમણે લાડ અપારએ દિવસે મેં બારી ખોલી, જોવા હાથ હજારઆડા આવ્યા ઝળઝળિયાં, ને કંઈ દેખાયું

જગદીપ ઉપાધ્યાય ~ આંસુ * Jagdeep Upadhyay

શસ્ત્ર સમી બળકટતા આંસુલાવા રૂપ પ્રબળતા આંસુ. સુખોથી ઉબાતા મનનીદૂર કરે નીરસતા આંસુ. માણસ માતર જાણે પર્વતઝરણાની ચંચળતા આંસુ. પાષાણી ચહેરા ભીતરનીખૂલેલી પોકળતા આંસુ. સરનામું ના એનું પૂછો !ઊંડી એક અકળતા આંસુ. ફૂલો કોમળતા ડાળીનીમાણસની કોમળતા આંસુ. આંસુ ઊર્મિનો તરજૂમોઅંતરની નિકટતા આંસુ.  – જગદીપ ઉપાધ્યાય કવિ આપણને હમણાં જ છોડીને ગયા…. આંસુની સોગાત દઈને…. આજે એમના જન્મદિને

મકરન્દ દવે ~ ભરહુલ્લાસે * Makarand Dave

ભરહુલ્લાસે હસીએ ચાલ,આજ તો ભરહુલ્લાસે હસીએ….  જહન્નમમાં સહુ જાય ગણતરીએક ઘેલછાની ઘરવખરીફાટફાટ મનમૌજ નફકરીચાલ, મોકળા ધુંવાધાર ધસમસીએ…   શોક ભલે, પણ સવાર છે ને !બીક ભલે, પણ બહાર છે ને!ખોટ ભલે, પણ ખુમાર છે ને!ચાલ, હવે વિધ્નોના ઘરમાં વસીએ…   ચાલ, ધુમાડાની વસ્તી જો ધ્રૂજે,ચાલ, નિંગળતા ઘાવ ફૂંકથી રૂઝે,ચાલ, ચરણને દીવે સઘળું સૂઝે,ચાલ, ઓ લાલા,

વિષ્ણુ પંડ્યા ~ કેવો દુર્લભ પિંડ

કેવો દુર્લભ પિંડ છે તારો, વર્ષા-હેમંત-શિશિર કે વસંતનો ય ના મોહ, ના માયા.ના કોઈ આશ્વતીની એષણા.તુજ આગમન તપતા મધ્યાહને, ભૂતળજલ સુકાઈ ગયા હોય, સૂર્ય તેના પ્રખર મિજાજમાં ને વૃક્ષ-વેલી-છોડની તૃષા  સંતપ્ત. આંખનું આંસુ હોઠ પરની પ્યાસનું એક જ બિંદુ બની જાય,..ત્યારે તું આવે છે. ગ્રીષ્મના મધ્યાહને અને તપ્ત રાત્રીએ પ્રસરે છે અસ્તિત્વના મૂળ, ખીલી ઉઠે છે અનહદ રંગીન પુષ્પો, મારી અગાશીની સવારને રમ્ય કવિતામાં પરિવર્તિત કરી દે છે.. દરેક ડાળી સલામ

હરિશ્ચંદ્ર જોશી ~ ભિન્ન ષડ્જ * Harishchandra Joshi

જો ફરી સાંધી શકું એ છિન્ન તર્જએક પળ આલાપવો છે ભિન્ન ષડ્જ એ જ ધૂસર સાંજ એ મધ્યમ હવાએ જ આદિમ દર્દ, ને એ ભિન્ન ષડ્જ સૂરની પીંછી ફરે ધીરે ધીરેઉપસે છે યાદ થઈ ને ભિન્ન ષડ્જ જર્જરિત સૂની હવેલી શ્વાસનીએક ખૂણે ટમટમે છે ભિન્ન ષડ્જ મૂર્ચ્છના વચ્ચે મૂકીને અંતરાલદ્રુત લયે ચાલી ગયો છે ભિન્ન

કિશોર બારોટ ~ વરસાદ * Kishor Barot

ધોરીયા ધારે આભથી પડતું મુકતો રે વરસાદ.તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ. ડુંગરાઓ ઉથલાવશે જાણે, વાયરે એવો વેગ.આભને ઊભું ચીરતી ‘સટાક’ વીજની તાતી તેગ. હુમ..હુડૂડૂ  સિંહની પેઠે હૂંકતો રે વરસાદ.તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ. નાહી માથાબોળ વાળ ઝંઝેડે ડાળ બધી ઘેધૂર,ઝાડને થતું એમ કે ઝૂલે પાંદડે ધોડાપુર. મોરની ડોકે વનભરી ટેહૂકતો રે

હર્ષ બ્રહ્મભટ્ટ ~ આજ એની * Harsh Brahmabhatt

આજ એની યાદમાં રસ્તા રડયા,કઈ દિશામાં કાફલા રઝળી પડ્યા? થાય છે એમાં જ ગણના સ્મિતની,જેટલા કરતબ મને ના આવડ્યા. ખારવા દરિયા તરફ જાશે હવે ?ઝાંઝવામાં જેમને મોતી જડ્યા. માછલીઘર તૂટવાના દ્રશ્યમાંકાચના ટુકડાય ભેગા તરફડ્યા ! કાલ તો ચોક્કસ ઘડીશું રોટલો,આજ પાછા એવા મનસૂબા ઘડ્યા. – હર્ષ બ્રહ્મભટ્ટ એકેક શેર નોખી નોખી ભાત લઈને આવે છે. કાચના

હર્ષા દવે ~ છેલ્લો પ્રવાસ છે * Harsha Dave

છેલ્લો  પ્રવાસ છે,ઘટમાં ઉજાસ છે. આ ખોળિયું ઘણો,મોંઘો લિબાસ છે. જીવન ગઝલનો તું,અંત્યાનુપ્રાસ  છે કાં તું  કશે નથી,કાં આસપાસ છે. બે-પાંચ શબ્દનો,મારો ગરાસ છે. હસવું રૂદન તણો,અણઘડ પ્રયાસ છે.  – હર્ષા દવે ટૂંકી બહરની અને ઊંડી આધ્યાત્મિકતાથી છલોછલ આ રચના તરત ધ્યાન ખેંચે એવી નોંધપાત્ર છે. જાતનું અવલોકન ઘણી ક્ષિતિજો ઉઘાડે છે અને એમાંય જ્યારે એ

વારિજ લુહાર ~ ઝંપી ગયેલા * Varij Luhar

🥀🥀 ઝંપી ગયેલા સૂર્યની લાલાશ ડંખે છે મને,થોડો-ઘણો આ રાતનો અજવાસ ડંખે છે મને. હું સાવ કોરોકટ્ટ મને મળતો રહું છું હરવખતને તોય મારી ખાનગી ભીનાશ ડંખે છે મને. હું રોજ ભાતીગળ થતો જાઉં ગમે રંગો બધા,પણ ભીતરે છાતીસમી કાળાશ ડંખે છે મને. આ ભીડમાં ગમતું નથી, સ્હેજેય ખી ખી ચોકમાં,સાચું કહું મારો જ આ

Scroll to Top