જયંત ડાંગોદરા ~ સજનવા * Jayant Dangodara
કલમ કેટલુંય લખી ગઈ સજનવાછતાં સાવ કોરી રહી ગઈ સજનવા. તને પી જવાની ઉતાવળ કરી તોતરસ લાલ પીળી થઈ ગઈ સજનવા. નદી થઈ ગઈ જે બધી એષણાઓમને તોડી ફોડી ધસી ગઈ સજનવા. કરી એક ઈચ્છા તને પામવાનીમનોમન ગઝલ ત્યાં વહી ગઈ સજનવા. હવે તું કદીયે પ્રગટ ના થતો બસ,મને આ અવસ્થા ગમી ગઇ સજનવા. – જયંત
