ભારતી રાણે ~ આંખના ને આભના * Bharati Rane
આંખના ને આભના બંને અલગ વરસાદ છે :કોણ ક્યારે કેટલું વરસ્યું હવે ક્યાં યાદ છે ? શોધવા નીકળો તમે ટહુકો અને ડૂસકું મળે,શક્યતાના દેશમાં પણ કેટલા અપવાદ છે ! સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું,ચંદ્ર રાત્રિએ કરેલો સૂર્યનો અનુવાદ છે. શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો,મૌનનો કંઈ આ તરફ કેવો અનાહત નાદ છે ! પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઈ’તી.વૃક્ષને
