હિતેન આનંદપરા ~ વીજ, વાદળ, વાયરો
વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં. પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં. કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં. આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,એક કાગળની બની હોડી તરે વરસાદમાં. સાવ રોજિંદા જીવનમાં
