રીના મહેતા ~ઘાસ
વરસાદનું પાણી પી-પીને પોચી પડી ગયેલી માટીવાળા આ વિશાળ મેદાનમાં ફેલાઈ ગયું છે ઘાસનું સામ્રાજ્ય દૂર નજર પડે ત્યાં સુધી ઘાસ જ ઘાસ. અજાણી વેલીઓ એકમેકને વીંટળાઇ રચી દે છે લીલી ટેકરી ને એની પાછળ ડહોળા પાણીમાં ઊભેલું કાળું ડુક્કર જોતાં જોતાં મારી નજર પડે તે પહેલાં જ એક ધોળું પંખી લીલાશ વચાળે સફેદ લીટી
