કિરણસિંહ ચૌહાણ ~ આ બધું

આ બધું તારું જ છે,હા, બધું તારું જ છે. કાંઈ ના આપી કહ્યું,જા, બધું તારું જ છે. અહીં કશું તારું નથી,ત્યાં બધું તારું જ છે. સ્વર્ણનો ઢગલો કર્યો,ખા, બધું તારું જ છે. ‘સા’થી લઈને ‘સા’ સુધી  (બીજો ‘સા’ તાર સપ્તકનો)ગા, બધું તારું જ છે. મારું છે કંઈ ? બોલને !ના… બધું તારું જ છે. – કિરણસિંહ

જગદીશ જોષી ~ ખોબો ભરીને *Jagdish Joshi

ખોબો ભરીને અમે એટલું હસ્યાં ખોબો ભરીને અમે એટલું હસ્યાંકે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં. ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાંકુંવારા સોળ વરસ તૂરાં તૂરાંઅમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.કે હોડી-ખડક થઈ અમને નડ્યાં. ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ? કૂવો ભરીને અમે એટલું રડ્યાંકે ખોબો ભરીને અમે મોહી પડ્યાં. ~ જગદીશ

માતાજીનો ગરબો

માતાજીનો ગરબો માનો ગરબો રે , રમે રાજને દરબાર રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ માનો ગરબો રે , રમે રાજને દરબાર રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર એલી સોનીડાની નાર તું તો સુતી હોય તો જાગ માને ગરબે રે

સુરેશ દલાલ ~ આંખ્યુંના આંજણમાં * Suresh Dalal

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ ! આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ

પ્રહલાદ પારેખ ~ જૂઈ * Prahlad Parekh

જૂઈ : પ્રહલાદ પારેખ સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,ભટૈરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,ખીલે છે જૂઈ ત્યારે, તેને ગમતું અંધારે. માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,સમીર કેરી હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,જૂઈ જતી રમવા ત્યારે, તેને ગમતું અંધારે. પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી;સંતાતી એ, ને આવીને વાયુ

કાજલ એચ. જોશી ~ જાત સાથે

જાત સાથે રોજ જાત સાથે રોજ રોજ લડ્યા જ કરીએનવા નવા આપણે જડ્યા જ કરીએ. પળમાં તે ઝૂંપડી ને પળમાં પહાડઇમારતો એવી એમ ઘડ્યા જ કરીએ. વાતને કે નાતને કે પછી જાતનેએમ ઝંઝાવાત થઇ નડ્યાં જ કરીએ. બે આંસુથી ક્યાં હવે ગમ છુપાય છેનદી બનીને ચાલને રડ્યા જ કરીએ. ઉઘાડી બારી બહાર જવાબ તે જિંદગીપ્રશ્નોની

ભગીરથ બ્રહ્મભટ્ટ ~ વંદનીય યોગેન્દ્ર વ્યાસ * Bhagirath Brahmabhatt

વંદનીય યોગેન્દ્ર વ્યાસ – ભગીરથ બ્રહ્મભટ્ટ વંદનીય યોગેન્દ્ર વ્યાસભાષાની ભીતરમાં જઈને તમે કર્યો નિવાસ…….   ધ્વનિ નામનો સિક્કો લઈને ગુર્જર ગામે ફર્યાવાકદેવીના ચરણે જાવા પંડિત પગલાં ભર્યાશબ્દો અર્થો ક્યાં જઇ કરશે પોતીકી તપાસવંદનીય યોગેંદ્ર વ્યાસ… ધ્વનિઓમાંથી ચૂંટી લીધી ધ્વનિઘટકની ઝૂડીએ ઝૂડી પણ થઈ ગઈ કેવી ગુજરાતની મૂડીએ મૂડીથી તમે રચેલો સરસ્વતીમાં વાસવંદનીય યોગેંદ્ર વ્યાસ…. અક્ષરનું આકાશ મઢીને

શેખાદમ આબુવાલા ~ દર્દ આપ * Shekhadam Aabuwala

દર્દ આપ મુજને એવું – શેખાદમ આબુવાલા  દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,ઊંઘી શકાય ના અને જાગી શકાય ના. એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના. આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,હું પાપ પણ કરું અને ભાગી શકાય ના. એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી

કૃષ્ણ દવે ~ પૂજ્ય મોરારીબાપુ * Krushna Dave

પૂજ્ય મોરારીબાપુના જન્મદિવસે : કૃષ્ણ દવે બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?પર્વોમાં આમંત્રે, પાંપણ પર ઉંચકે ને તાણ કરી ખવડાવે લાડવા !એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?વાદળ પર બેસાડે, જાતરા કરાવે ને આકાશે બંધાવે માંડવા !એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ? બાવન અક્ષરના તો બેસણા હતા ને એની રોનક દેખાતી છેક ડેલીએ !ભાષાની

પારુલ ખખ્ખર ~ કાવ્યવિશ્વ * Parul Khakhkhar

‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી – પારુલ ખખ્ખર છંદોલયની શગ પેટાવી ભાષાનો જયકાર કરીશું‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી સાત સમંદર પાર કરીશું…….  નથી સીમાડા, નથી બેડીઓ, નથી રે વ્હાલા દવલાજૂના જોગી સાથે અહીંયા પોંખાતા રે નવલાભાવિ પેઢી માટે ખંતે નવું ફલક તૈયાર કરીશું‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી સાત સમંદર પાર કરીશું…… દશે દિશાથી લઈ સુંદરતા ઘડશું નોખી મુરતજેને જોઈ વ્હાલ ઉપજે

Scroll to Top