લોકગીત : ધન ધન છે

લોકગીત : ધન ધન છે ગોકુળિયું ગામ ધન ધન છે ગોકુળિયું ગામ, ગામ છે રળિયામણું રે લોલ પ્રભુજી વનમાં ચારે ધેન, વગાડી રૂડી વાંસળી રે લોલ રાધાગોરી ભાતડિયાં લઈ જાય, ચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ પ્રભુજી કિયાં ઉતારું ભાત, કે કિંયા બેસીને જમશો રે લોલ રાધાગોરી આસોપાલવને ઝાડ, કે શીતળ છાંયડી રે લોલ રાધાગોરી તિયાં ઉતારો

મરીઝ ~ લેવા ગયો * Mariz

લેવા ગયો જો પ્રેમ તો લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ,મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ? એ

જયંત પાઠક ~ શબ્દોનું શું કામ * Jayant Pathak

અમારે બાવનબા’રો રામ ! શબ્દોનું શું કામ,અમારે બાવનબા’રો રામ ! માળા મણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિ ગાનઝાંઝ પખાવજ વાદન નર્તન દર્શનમુખ અભિરામખટપટ ખોટી તમામઅમારે બાવનબા’રો રામ ! ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરાઅણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !ઓચ્છવ આઠે જામઅમારે રમે મૌનમાં રામ ! – જયન્ત પાઠક માનવી જ્યારે પ્રાકૃત હશે ત્યારે પણ લાગણીઓ તો

નંદિતા ઠાકોર ~ એક પળમાં

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય : નંદિતા ઠાકોર એક પળમાં પરોવી દઉં જીવતર આખુંયબોલ, આપી શકીશ એવું કંઈ? સાંજ મને સોનેરી જોઈતી નથી  કે નથી રૂપેરી રાતનાં ય ઓરતા,એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં, એમાં ગુલમ્હોર છોને મ્હોરતા. અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું સાંજ તણી આશાએ અહીં,બોલ, આપી શકીશ એવું કંઈ ? મારામાં

શયદા ~ તમારા પગ મહીં * Shayda

તમારા પગ મહીં તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું. જતાં ને આવતાં મારે જ રસ્તે,બની પથ્થર, હું પોતાને નડ્યો છું. ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,અને પાસે જતાં ભોંઠો પડ્યો છું. તમો શોધો તમોને એ જ રીતે,હું ખોવાયા બાદ મુજને જડ્યો છું. ખુશી ને શોક, આશા ને નિરાશા,નિરંતર એ બધાં

ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’  ~ અમે કહ્યું કે

અમે કહ્યું કે અંધકારમાં : ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’   અમે કહ્યું કે અંધકારમાં ક્યાંય સૂજે નહીં મારગઝરણું બોલ્યું માંડ ચાલવા, આગળ સઘળું ઝગમગ. અમે કહ્યું કે આડા આવે ભેખડ-પાણા-પર્વત,ઝરણું હસતાં બોલ્યું એને વહાલ કરી આગળ વધ. અમે કહ્યું કે સૂનું લાગે એકલપંડે વહેવુંઝરણાએ ગાયું કે કોઈ ગીત સદા ગણગણવું. અમે કહ્યું કે અટકી જઈશું

મનોજ ખંડેરિયા ~ પકડો કલમ ને * Manoj Khanderiya

એમ પણ બને પકડો કલમ ને કોઈ પળે એમ પણ બનેઆ હાથ આખેઆખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાંમન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?એક પગ બીજા ને છળે એમ પણ બને જે શોધવામાં જિંદગી આખી પસાર થાયને એ જ હોય

ધ્રુવ ભટ્ટ ~ ચાલ સખી * Dhruv Bhatt

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંનીજેમ ફરી જિંદગીને મૂકીએ,ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છેકે લાગણી ગણાય એમ પૂછીએ. વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે,સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરેછીપલાની હોડીને શઢથી શણગાર, ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ,પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી, ચાલ સખી જિંદગીને મૂકીએ……  

નીનુ મઝુમદાર ~ પંખીઓએ કલશોર કર્યો

પંખીઓએ કલશોર કર્યો ભાઈ : નીનુ મઝુમદાર પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો. ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો. પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી. તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,જોવા તમાશો

Scroll to Top