ધૂની માંડલિયા ~ આકાશને ક્યાં * Dhuni Mandaliya

આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે,જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે… આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું,આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે… ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ,જાતે ચણેલી ભીંત ત્યાં, અસંખ્ય હોય છે… રૂપનો જનાજો નીકળ્યો તો દીધી અરીસે કાંધ,સગપણની આ ક્ષણોય કેવી ધન્ય હોય છે…

આશા પુરોહિત ~ દફતરનો બોજ * Aasha Purohit 

આટલો બધો દફતરનો બોજ ? ~ આશા પુરોહિત  આટલો બધો દફતરનો બોજ ?રમવાનું હોય નહીં, ફરવાનું હોય નહીં, ભણભણ કરવાનું રોજ ….આટલો બધો દફતરનો બોજ ? નાજુકશા વાંસા પર મણમણનો ભાર ઝીલી સપનાઓ સેવે પતંગનાપાંખોને કાપીને આપે આકાશ એવા કર્યા છે હાલ આ વિહંગનામુક્તિનો શ્વાસ મળે એવી કોઈ શાળાની ક્યારે થવાની છે ખોજ ? …..આટલો

પ્રભુલાલ દ્વિવેદી ~ ઘડૂલી ક્યારે * Prabhulal Dvivedi

ઘડૂલી ક્યારે શિર પર ચડી? ઘડૂલી ક્યારે શિર પર ચડી?માટીને મોટપ કયારે મળી? –માટી ખોદી, મૂકી ગધેડે કુંભાર ઘર લઈ આવ્યો,ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી પિંડ બનાવ્યો,આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી.ઘડૂલી કયારે શિર પર ચડી? છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહીં રગદોળી,હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી,છતાંય કાચી હતી તે પાકી થવા

તું તો આઝાદ : ખ્યાતિ શાહ

મેં તારી તરફ ખૂલતાં બધાં જ દ્વાર બંધ કરી દીધા છે અને મારી પાંખો કાપી નાખી છે. પણ આ હવાને શી રીતે રોકું રખે ને એ બધી સીમાઓ ઓળંગી મારી ગંધ તારા શ્વાસમાં ભરી દે તો ?! શક્ય છે તું જાતને રોકી ન શકે અને બંધ દ્વાર તોડી નાખે કે પછી અભેદ્ય દીવાલ ઓળંગી આવી

બોલી પડાશે~ હર્ષવી પટેલ

બોલી પડાશે સહેજ, તો ચર્ચા ગરમ થશે એક વાત છે,  છુપાવું તો મનમાં જખમ થશે સીધું-સરળ હશે જો વચન, તો મલમ થશે વાંકા થશે જો વેણ, તો ભારે જુલમ થશે કોઈ એકલું જ પાળે જુદાઈ તો ગમ થશે જો સંમતિ હો બેઉની, તો એ નિયમ થશે મથશો સતત છતાંય ઘણું નહિ કરી શકાય ને ખુદબખુદ

આમ જ થાશે ~ પારસ હેમાણી

આમ જ થાશે નો’તું કીધું ? એ મૂંઝાશે નો’તું કીધું ? તડકે તડકે ભીંજાવીને ગોરંભાશે નો’તું કીધું ? રોઈ લેશે સાચું-ખોટું જીવતી લાશે નો’તું કીધું ? આકાશે ઊડવાની તલપે પાંખ કપાશે, નો’તું કીધું ? એના તરફી છે જનમાનસ છૂટી જાશે, નો’તું કીધું ? કેવી શાંતિથી બેઠો છે ! છંછેડાશે, નો’તું કીધું ? એની નવરાશે આવીને

કવિ રાવલ  ~ ઘર છે જ નહિ * Kavi Raval  

ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું… આંખો જરા પહોળી કરી – પાછા જુવે સામુંવણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !… જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ… મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…મન થાય

तेरी ख़ुश्बू का ~ परवीन शाकिर

तेरी ख़ुश्बू का पता करती हैमुझ पे एहसान हवा करती हैशब की तन्हाई में अब तो अक्सरगुफ़्तगू तुझ से रहा करती हैदिल को उस राह पे चलना ही नहींजो मुझे तुझ से जुदा करती हैज़िन्दगी मेरी थी लेकिन अब तोतेरे कहने में रहा करती हैउस ने देखा ही नहीं वर्ना ये आँखदिल का एहवाल कहा

નજરનાં જામ ~ બરકત વિરાણી ‘બેફામ’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમેજીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમ તમને બોલાવે પ્યાર તમે ઉભા રહોદિલના ખુલ્લાં છે દ્વાર તમે ઉભા રહો જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે… મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરોમેં તો આપ્યા છે ફુલ મને માફ કરોપ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમેનજરનાં

Scroll to Top