ખલીલ ધનતેજવી ~ તમે મન મૂકી વરસો * Khalil Dhantejavi

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે. તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?તું દિલ આપી દે

અર્જુનસિંહ.કે.રાઉલજી ~ નસીબ માથે

નસીબ માથે પ્રહાર થઈ ગયો ઝાકળ સાથે કરાર થઈ ગયો સૂર્ય તો એમ જ ભટકતો રહ્યો અંધકાર માથે સવાર થઈ ગયો. હાથોની ગૂંચ ઉકેલવાની હતી નાસમજ આમ ધરાર થઈ ગયો. એમણે તો આપ્યો હતો જે વાયદો ચાહીને હવાનો ભાર થઈ ગયો. એમ તો ગમે તે આવી શકે છે હું તો બસ ખુલ્લું દ્વાર થઈ ગયો.

મેગી અસનાની ~ ખોખલી સંભાળ પર * Megi Asnani

ખોખલી સંભાળ પર જીવી ગયું,આ હ્રદય પંપાળ પર જીવી ગયું. હૂંફ ન આપી શક્યું મન દંભને,શુષ્કતાના આળ પર જીવી ગયું. પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,એક પંખી ડાળ પર જીવી ગયું. છે સહજ સંજોગ સઘળું શીખવે,સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું. તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,માછલીની જાળ પર જીવી ગયું. ચાતકે બસ પ્રેમની પામી નજર,એટલે

સંસ્કૃતિરાણી દેસાઇ ~ હું જેવી

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે,તે આખો આકાર લઇ ઊભી થઇ જાયકાગળ ઉપરથી. સ્વપ્નપરીની વાત કરું છું તો,તેનું આકર્ષક રૂપ લઇમોહક અદાથી ચાલવા માંડે છે મારી સામેઆંખોના ઇશારા કરતી. મશ્કરા શબ્દોની વાત કરું છું તો,પાંચસાતની ટોળી ઊભી થઇમારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છેને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

મીનપિયાસી ~ આહાહાહા શી ટાઢ!

આહાહાહા શી ટાઢ! જડબામાં જકડી લે સૌને, જાણે જમની દાઢ, આહાહાહા શી ટાઢ! ગોદડીયુંની વચ્ચે ગરતી, કરતી કૈંક અડપલાં, પચાસ હેઠે પારો જાતાં, પહેરું ડબ્બલ કપડાં. ટાઢ કહે કે ‘ હુંય ઠરુ છું, બહાર મને કા કાઢ?’ આહાહાહા શી ટાઢ! શગડી ફરતા શીતળતાના કોટ ચણાયે જાતા, ચૂલા પાસે દાતણ કરતાં, કૈંક વળે છે શાતા. ત્યાં

અમૃત ઘાયલ ~ ટપકે છે Amrut Ghayal

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાંકાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં આપણને આદિ કાળથી અકળાવતું હતુંલાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં પૂનમ ગણીને જેમની પાસે ગયો હતોએ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં ‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએદાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં~ અમૃત ઘાયલ આજે વિખ્યાત શાયર અમૃત ઘાયલની આ ગઝલ સાંભળો ઓસમાણ મીરના

मिर्ज़ा ग़ालिब

मेहरबां होके बुला लो मुझे : मिर्ज़ा ग़ालिब मेहरबां होके बुला लो मुझे चाहो जिस वक़्तमैं गया वक़्त नहीं हूँ के फिर आ भी न सकूँ। ज़ोफ़ में तान:-ए-अग़यार का शिकवा क्या हैबात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ ? ज़हर मिलता ही नहीं मुझको सितमगर वर्न:क्या क़सम है तेरे मिलने की कि

વારિજ લુહાર ~ સૂરજ મળ્યો * Varij Luhar

 🥀🥀 તડકાની સામે તગતગેલા બાગમાં સૂરજ મળ્યોફૂલોએ છેડ્યો રાગ તો એ રાગમાં સૂરજ મળ્યો. સામે રહીને છેક ભીતર રોજ જે લંબાય છેએનાંય પાડ્યા ભાગ તો એ ભાગમાં સૂરજ મળ્યો. ક્યારેક વીંધ્યો વાંસ તો એ વાંસળી બનતો ગયોક્યારેક લાગી આગ તો એ આગમાં સૂરજ મળ્યો. આજેય મારી પીઠ પર દાઝી ગયેલા દાગ છેશોધ્યું પગેરું દાગનું તો

હરીશ મીનાશ્રુ ~ જોડણીનો બંધકોશ

જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડેઊધઈયે મોઢું નથી ઘાલતીઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલીગુજરાત નથી ઇસબગુલ ફાકતી હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું? જોસી ઉમાસંકર ને રંજન ભગત એવાકવિઓ પાક્યા છે ઊંચા માયલાઆપડી આ માતરુ

બારીન મહેતા ~ એ કવિઓનું શું?

એ કવિઓનું શું જેમની પાસે ધૂળધોયા શબ્દોનું આકાશ હોય છે. જેમના અવાજમાંની માટીની સોડમમાં આકાશ પોતાનું અસ્તિત્વ શોધે છે. જેમના શબ્દોમાં ઊગતી ફસલ ઉપર ગગન વરસી પડે છે. જેમના દિમાગમાં દરેક રાતે નવી સવારનું સ્વપ્ન જાગતું હોય છે. જેમની જિંદગીમાંના સંઘર્ષ, વિદ્રોહ, સચ્ચાઈની કસક અન્યોને જીવનની હૂંફ આપે છે. જેમના મૃત્યુની જ્યોત ન લખાયેલી કવિતાના

Scroll to Top