ભદ્રેશ વ્યાસ ~ શિયાળો
શિયાળો ~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’ થથરતી થથરતી ઊઠે છે સવારો, પડી જાય ટાઢો સૂરજનોય પારો. ઘડીભર તો લાગે કે જીતી જવાનો, એ તડકોય હારી જતો જંગ સારો. જરા બ્હાર નીકળો તો માલૂમ પડે કે, આ ધરતી ઉપર ટાઢનો છે પથારો. કડક ચોકી પ્હેરો દિવસભર રહે ને, સમી સાંજમાં તો થતા બંધ દ્વારો. અમે ઘેર જઇ હાથ લંબાવશું ને,
