જવાહર બક્ષી ~ દશે દિશાઓ * Jawahar Baxi
દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. કશેય પહોંચવાનો કયાં પ્રયાસ ચાલે છે?અહીં ગતિ જ છે, વૈભવ વિલાસ ચાલે છે. કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું.અમસ્તો આંખમાં ઉઘાડ- વાસ ચાલે છે. દશે દિશામાં સતત એકસામટી જ સફર!અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે. અટકવું એ
