ન્હાનાલાલ ~ મ્હારાં નયણાં * Nhanalal

મ્હારાં નયણાંની આળસ રે ~ ન્હાનાલાલ મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી. શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં. પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા. નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;નાથ

દેવેન્દ્ર ધમલ ~ પરખી લેજો

પરખી લેજો ~ દેવેન્દ્ર ધમલ આંખો અંદર ઝિલ-મિલ,ઝિલ- મિલ જેવું છે એ પરખી લેજો. દિલની અંદર રેશમ-રેશમ જેવું છે એ અડકી લેજો. મનની અંદર બે’ક વિચારો માણસ-માણસ રમતા’તા, બારે જઇ એ ક્યાં સંતાયા,દેખાયે તો પકડી લેજો. હોઠ ઉપર અટકેલા શબ્દો, પાછું વાળી કહેવા લાગ્યા, જો જો પાછા આવીશું નૈ, જે પણ બોલો સમજી લેજો. એક હૃદયને મળવા માટે, આંખે

શૂન્ય પાલનપુરી ~ પરિચય છે * Shoonya Palanpuri

પરિચય છે મંદિરમાં ~ શૂન્ય પાલનપુરી પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે. મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી

કુલદીપ કારીયા ~ ઝાકળ વચ્ચે

રોજ સવારે તારું ગાવું ~ કુલદીપ કારીયા રોજ સવારે તારું ગાવું કોયલ ટહુકે ઝાકળ વચ્ચે, એક હૃદય ત્યાં એવું જાણે ફૂલો મહેકે ઝાકળ વચ્ચે. એક હવાનું ઝોકું આવ્યું, સામે જોઇ તેં સ્મિત કર્યું ને ઝોકું પણ અવઢવમાં પડ્યું, અહીંયા રહું કે ઝાકળ વચ્ચે ? મસ્તીમાં હું બેઠો હોઉં ને ત્યાં જ અચાનક કોઈ આવીને સરનામું જો તારું

પ્રજ્ઞા વશી ~ ગરજ તારીય છે * Pragna Vashi

ગરજ તારી ય છે ~ પ્રજ્ઞા વશી ગરજ તારી ય છે, બસ એટલું સમજીને મળવાનુંનમું થોડી જો હું, તો જિંદગી, તારે ય નમવાનું હશે નક્કી જ કો’ ખેંચાણ, બે ધ્રુવોની વચ્ચે તો જવિરોધી ધ્રુવ પર અમને, ગમ્યું છે સાથ રહેવાનું પછી સૂરજને કહી દીધું, નહીં ઊગે તો શું થાશેઅમે ભીતરને અજવાળે, શીખી લીધું પ્રગટવાનું મુસીબત શી બલા

મનોજ ખંડેરિયા ~ રસ્તા વસંતના * Manoj Khanderiya

રસ્તા વસંતના  આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતનાફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના ! મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈદોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીંજાણે કે બે પડી ગયા ફાંટા વસંતના ! મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાંમ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના

ચિનુ મોદી ~ તું કહે છે * Chinu Modi

તું કહે છે ~ ચિનુ મોદી તું કહે છે કે હવે હું જાઉં છું,હું કહું છું, દોસ્ત ! હું ભૂંસાઉં છું. તું ખરેખર ખૂબ અઘરો દાખલો,જેટલી વેળા ગણું, ગુંચાઉં છું. સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,એક પડછાયો બની ફેલાઉં છું. વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું. કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,છૂટવા ઇચ્છું અને બંધાઉં

ચિનુ મોદી ~ ક્યાંક તું છે * Chinu Modi

ક્યાંક તું છે ~ ચિનુ મોદી ક્યાંક તું છે ક્યાંક હું છું ને સમય જાગ્યા કરે,આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે. બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે. એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે. રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,ડાળ પરનાં

ચિનુ મોદી ~ હવેલી સૂની છે * Chinu Modi

હવેલી સૂની છે ~ ચિનુ મોદી હવેલી સૂની છે, ખખડધજ છે, જીર્ણ પણ છેહજી સન્નાટાની હરફર; હજી એક જણ છેઅને એ છે એથી પવન સરખો શ્વાસ પણ છેઅને રોજે રોજે વિકસિત થતું એક રણ છે. હજી ઊના ઊના રવિકિરણથી તપ્ત કણમાંતરંગાતાં લ્હેરે મૃગજળ અહીં નેત્ર છળતાંબધા જૂના ચ્હેરા અવિરત હજી ચિત્ત મઢતાપ્રસંગે બોલાયા સ્વર, બધિર કાને ખખડતા. ખવીસે પાળેલા

ચિનુ મોદી ~ अब यहाँ से * Chinu Modi

अब यहाँ से जाना है   अब यहाँ से जाना हैमौत तो बहाना है। अब्र से उतर आयेचाँद को छुपाना है। गुमसुदा खुदा का भीअब पता लगाना है। रुक गई हवा लेकिनकश्ती को चलाना है। एक काम बाकी हैआप को मनाना है। रात-दिन इबादत करसरफ़िरा झुकाना है। जो कभी जलाया थावह दिया बुझाना है। ~ चिनु

Scroll to Top