મનહર મોદી ~ આ આંખોનો * Manhar Modi

આ આંખોનો દરિયો   આ આંખોનો દરિયો ઉલેચું છું હુંને સુખદુખના સળિયાઓ ઠેકું છું હું છે મીઠો ને ખારો અનુભવ નવોઆ બાબતને એવી જ લેખું છું હું. છે આકાશ ઊંચે તો ઊડ્યા કરું છુંપંખી ને કલરવમાં પેસું છું હું છું એવો કે બીજો જ લાગું મનેકે તેઓનું દુખ છે ને વેઠું છું હું એ કાળી ક્ષણો

મનહર મોદી ~ આંખમાં આવવા * Manhar Modi

આંખમાં આવવા  આંખમાં આવવા નથી આવ્યો,સાવ દરિયો થવા નથી આવ્યો. ડાળખી ડોલવું નથી ભૂલી,એમ દેખાડવા નથી આવ્યો. હોય ચોખ્ખો તો મારે જોવો છે,કાચને કાપવા નથી આવ્યો. પાંપણે પટપટું તો પૂરતું છે,છેક ઊંડે જવા નથી આવ્યો. જાતને ખોલવા ઊભો છું હું,બારણું વાસવા નથી આવ્યો. ~ મનહર મોદી ‘છેક ઊંડે જવા નથી આવ્યો’ કહી દીધા પછી કવિ આખરે કહી જ

મનહર મોદી ~ આંખો ખુલી * Manhar Modi

એકીકરણ થયું  આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું. બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યુંદીવાનગીને આજ હવે શાણપણ થયું. ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું. પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો,છાયાની સાથ તેજનું એકીકરણ થયું. ઊર્મિઓ એમાં પાય પખાળી

દલપતરામ ~ એક શરણાઈવાળો * Dalpataram

એક શરણાઈવાળો સાત  વર્ષ  સુધી  શીખી,રાગ  રાગણી   વગાડવામાં  વખણાણો  છે.એકને  જ  જાચું  એવી  ટેક છેક રાખી એકશેઠને  રિઝાવી   મોજ  લેવાને  મંડાણો  છે.કહે  દલપત  પછી  બોલ્યો  તે  કંજૂસ શેઠ,“ગાયક   ન   લાયક  તું  ફોગટ  ફૂલાણો છે.પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.” ~ દલપતરામ રૂઢિપ્રયોગ જેવી બની

અનિલ ચાવડા ~ આનંદ પજવશે * Anil Chavda

આનંદ પજવશે ~ અનિલ ચાવડા આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નૈં થાય,એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય. તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય. બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય. છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!જો

महादेवी वर्मा ~ वे मुस्काते फूल 

वे मुस्काते फूल ~ महादेवी वर्मा वे मुस्काते फूल, नहींजिनको आता है मुरझाना,वे तारों के दीप, नहींजिनको भाता है बुझ जाना! वे सूने से नयन,नहींजिनमें बनते आँसू मोती,वह प्राणों की सेज,नहीजिसमें बेसुध पीड़ा, सोती! वे नीलम के मेघ, नहींजिनको है घुल जाने की चाहवह अनन्त रितुराज,नहींजिसने देखी जाने की राह! ऎसा तेरा लोक, वेदनानहीं,नहीं जिसमें अवसाद,जलना जाना

ચંદ્રેશ મકવાણા ~ ટૂંકી ટચરક વાત * Chandresh Makwana 

ટૂંકી ટચરક વાત કબીરા ~ ચંદ્રેશ મકવાણા ટૂંકી  ટચરક   વાત,   કબીરા,લાંબી  પડશે  રાત,   કબીરા. અવસર કેવળ એક જ દિ’નો,વચ્ચે મહિના  સાત,  કબીરા. ખુલ્લમખુલ્લી પીઠ  મળી છે,મારે  તેની    લાત,  કબીરા. કાપડ  છો  ને   કાણી  પૈનું,પાડો મોંઘી   ભાત,  કબીરા. જીવ  હજીએ  ઝભ્ભામાં  છે,ફાટી ગઈ છે  જાત,  કબીરા. ~ ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ ‘ટૂંકીટચ’ શબ્દ તો જાણીતો છે પરંતુ ટૂંકી સાથે જોડાયેલ શબ્દ ‘ટચરક’ એ કવિની

ધ્વનિલ પારેખ ~ મજાના શેર

તેજ પથરાયું કોનું આ પૃથ્વી ઉપર ? આ તરફ સૂર્ય ને તે તરફ તું હતી.*** ભીંત, બારી, સ્વપ્ન, ખૂણો ને તમે એક ઘરમાં ક્યાં બધું ભેગું હતું ! *** જે ભીંતો બોલે છે સાચું સઘળા ખીલા ત્યાં ઠોકાયા.*** પીઠ ખુલ્લી હોય ને ચાબુક પડે આ ગઝલમાં એમ શબ્દો અવતારે !*** મળે સ્પર્શની અવનવી થોડી ભાતો

હાલરડું ~ જીજાબાઇને આવ્યાં બાળ

હાલરડું ~ જીજાબાઇને આવ્યાં બાળ આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2) બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાતમાતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું

રક્ષા શુકલ ~ પસંદગીની પંક્તિઓ

રક્ષા શુકલ ~ પસંદગીની પંક્તિઓ હરિએ મારે આંગણ આવી મોરપિચ્છ વાવ્યા રે વ્હાલપની ગઠરી સંગાથે તરસ-તળાવો લાવ્યા રે…****   થાય વિચારો ચોખ્ખા ને ચટ જાત કરી મેં ગરણાં જેવી. **** એક સપનું સાવ બોગસ નીકળ્યું એ પછી આંસુ ય ચોરસ નીકળ્યું એમના સ્વરમાં જ સાંભળવું હતું દોસ્ત, એનું ગીત કોરસ નીકળ્યું.**** પાંપણ પડખાં બદલે, કીકી

Scroll to Top