ઉમેશ જોષી ~ ક્ષણમાં ‘હું’ છું * Umesh Joshi
ક્ષણમાં ‘હું’ છું ~ ઉમેશ જોશી ક્ષણમાં ‘હું’ છું ક્ષણમાં ટોળુંઆ રહસ્ય ક્યાં જઇ ખોળું પાન પરના ઝાકળી ટીપેભરી ઘડો મૃગજળમાં ઢોળું ઘેલો કહી ચીડવી છે સૌમારા કાટલે કેમ તોળું જેના સહારે આવી ગયોએ પગરવને ક્યાં ખંખોળું શ્વેત ચાદર તો ઓઢી હવેસૂતો ખાલીપો ઢંઢોળું. ~ ઉમેશ જોશી મત્લાનો શેર ધ્યાન ખેંચી લે એવો થયો છે.
