અંકિત ત્રિવેદી ~ મણકો છું
મણકો છું ~ અંકિત ત્રિવેદી મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું,સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું. રંગ ઉછીના સાંજ કનેથી લઈને જીવ્યો,અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું. ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું. બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું! ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,ઊભો
