હરીશ દાસાણી ~ કેટલાક શેર
હરીશ દાસાણીના કેટલાક શેર દૃષ્ટા-દૃશ્ય જુદું નથી, જલ ને સ્થલ જુદું નથી રૂપ – અરૂપ ભ્રામક અનુભવ, અચલ-ચલ જુદું નથી. *** બે સૂક્ષ્મની વચ્ચે સ્થૂળ, બોલ કહે શું એનું કૂળ ? નામ અને પરિભાષા શું ? શોધ ક્યું છે એનું મૂળ ? *** વિશ્વ એક દર્પણ, દર્પણમાં હું રમું પ્રેમ કરું અર્પણ, સ્વયંમાં હું રમું.
