અલકા શાહ ~ મધ્યબિંદુઓ
મધ્યબિંદુઓ મધ્યબિંદુઓ બદલાતાં જાય છે.સાથેસાથે વર્તુળો બદલાતાં જાય છે.દરેક મધ્યબિંદુ વર્તુળ છે – ના ભ્રમમાં,વર્તુળ પર વર્તુળ રચાતું જાય છે.વર્તુળની જાણ બહાર મધ્યબિંદુ બદલાતું જાય છે.દોડાદોડી અને પકડાપકડીની રમતમાં,વર્તુળ ભૂંસાતું જાય છે.મધ્યબિંદુ અદ્રષ્ય થતું જાય છે,ફરીથી બીજા વર્તુળની શોધમાં. ~ અલકા શાહ એક પીડા શમે ત્યાં બીજી સર્જાય. એક સમસ્યા ઊકલે ત્યાં નવી આવીને ઊભી જ હોય.
