દેવજી મોઢા ‘શિરીષ’ ~ વનરાવનને મારગ * Devji Modha

વનરાવનને મારગ મને  વનરાવનને મારગ મને માધવ મળી જાયઆજ તો એવું થાય…. સેંથડે મેં તો સિંદૂર પૂર્યા, આંખમાં આંજી મેશસોળે સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશઓરતો મને એક જ હવે અંતર રહી જાય…. ~ આજ તો મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટરોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાતવેચવા જઉં મહીડાં મારા થંભતા જતા

ધ્રુવ ભટ્ટ ~ કદી તું * Dhruv Bhatt

કદી તું ઘર તજી ને રે ~ ધ્રુવ ભટ્ટ કદી તું ઘર તજીને રેવગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને ખોને રે …  સુખ મોટું કે નામ નથી કાંઈ રે,બાગ બગીચા ગામ નથી કાંઈ રે,આવ અહીં તું, ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;અમે છૈ એમ તું હોને રે…  કેટલા સૂરજ કેટલા ચાંદા,ગણવા તારે કેટલા દહાડા,સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા મા ટેકરા ખાડા રે ;જાગ્યો તો એમ તું સોને રે..~ ધ્રુવ ભટ્ટ

હર્ષા દવે ~ એકવાર જ્યારે.. * Harsha Dave

મેઘધનુષ ~ હર્ષા દવે એકવાર જ્યારે.. એ આકાશમાં રચાયેલું મેઘધનુષ જોતી હતી, બરાબર ત્યારે મા એને માથું ઓળી આપતી હતી.. ને માએ છણકો કરીને કહેલું.. “સીધી બેસ..!! નીચું જોઈને..!” અને એ નીચું જોઈ ગયેલી. બીજીવાર.. સમયસર ઘરે પહોંચવાની લાહ્યમાં એ મેઘધનુષને સ્કુલના આકાશમાં જ છોડીને ઝટપટ સ્કુલ બસમાં ચડી ગયેલી. પછી એક વખત… એને ‘જોવાં’ આવેલાં મહેમાનોની સામે

રશીદ મીર ~ પી જાઉં * Rashid Mir

પી જાઉં  જામની ખાલી ક્ષણને પી જાઉં,આમ, તારા સ્મરણને પી જાઉં. હું ચસોચસ પીવાનો આદી છું,બુંદ હા કે ઝરણને પી જાઉં. મારા હોવાપણામાં તું રજરજ,તારા એક એક કણને પી જાઉં. જેમાં તારા બદનની ખુશબૂ હો,એવા વાતાવરણને પી જાઉં. તે જે મળવાની શકયતા આપી,એવા પ્રત્યેક પણને પી જાઉં, ઝાંઝવાને નીચોવી જાણું છું,‘મીર’ ધગધગતા રણને પી જાઉં.

વિપુલ પરમાર ~ જનમજનમથી

જનમજનમથી ચાલે છે દેકારો અંદર ! આ વખતે પણ આવ્યો નૈ સુધારો અંદર ! ભડભડ કરતું સળગ્યું છે કાગળનું આ ઘર યાદ તમારી ફેંકી ગઇ અંગારો અંદર ! એ કારણ લાગે આ ચિત્રો હરતાં ફરતાં સ્થિર, સનાતન બેઠો છે, જોનારો અંદર. મુગ્ધા માફક માયા કેવું મલકાણી છે ! ખાધો આ કોણે ગેબી ખોંખારો અંદર ?

મુર્તઝા પટેલ ~ વ્હેલી સવારે

વ્હેલી સવારે ~ મુર્તઝા પટેલ વ્હેલી સવારે ક્યારેક તે ‘ગીતા’ની ગાંસડી પીઠ પર ઊંચકી જાય છે તો કેટલીકવાર ભરબપોરે ‘બાઇબલનું બંડલ’ ખભે નાખી લઇ જાય છે. ઘણીવાર ‘કુરાનનું કાર્ટન’ માથે લઇ જતા જોયો ત્યારે એ બંદાને સવાલ કર્યો કે.. “શું ‘આ બધાં’ને તમે વાંચો પણ છો ?!?!?” ત્યારે ગળે અને ગાલેથી પસીનો લૂછતા સહજ અને સજ્જડ જવાબ આપે

વીરૂ પુરોહિત ~ તિથિસાર * Viru Purohit

તિથિસાર ~ વીરૂ પુરોહિત પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી ! ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી ,છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી ! મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી,આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી ! નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી

લોકગીત ~ છેલાજી રે

 છેલાજી રે ~ લોકગીત છેલાજી રેમારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજોએમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજોપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે રંગ રતુંબલ કોર કસુંબલપાલવ પ્રાણ બિછાવજો રેપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નારઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધારહીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રેપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે ઓલી રંગ

આરતી જોશી ~ હાથમાં મુકેલી

હાથમાં મુકેલી ~ આરતી જોશી હાથમાં મુકેલી મહેંદી જોઈને,યાદ કરતી હોઉં છું હું કોઈને ! તારા દીધેલા જખમને સીવતા,આખરે તૂટવું પડયું છે સોઈને. હસતા મોઢે હું તને સંભારું છું,થાકી ગઈ છું હું વિરહનું રોઈને. મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,હું નહિ બોલીશ સામે જોઈને નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,મેં નથી બોલાવી મારી ફોઈને ! ~ આરતી યુ

સિલાસ પટેલિયા ~ પંખીને * Silas Patelia

પંખીને ~ સિલાસ પટેલિયા સુદૂર આકાશપથના પંખી ! આમ ના જા ઊડી… તારા ગીતની સૂરાવલી  સાંભળતો આ ધરા પર  છું — તોયે જાણે તારી સાથે ઊડું… રણ  વટાવીને તું ઊડતું રહીશ… ફૂંકાશે ઊની ઊની રેતીના પ્રચંડ  પવનો… એ તારી પાંખને વાગશે એ તને  દઝાડશે… ને અહીં મારી પાંપણ બળશે… ધોધમાર વરસાદમાં તને દેખાશે વિસામો લેવા એકાદ વૃક્ષ 

Scroll to Top