રમેશ પારેખ ~ તારો વૈભવ Ramesh Parekh
તારો વૈભવ રંગમોલ ~ રમેશ પારેખ તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડુંમારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસેમારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારીખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું….. તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાયમારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,
