ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ બા લાગે

બા લાગે  વહાલી, મને તો બા લાગે વહાલીવહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી હિંચોળી ગીત મીઠાં ગાતીદૂધ   મીઠું  પાતી, મને તો બા લાગે વહાલી જે  માગું  તે  સઘળું દેતીબચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી હસું રમું  તો  રાજી થાતીરડું   તો  મૂંઝાતી, મને તો બા લાગે વહાલી    વાંક  બધા યે માફ

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ દાદાનો ડંગોરો

દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે ઘમઘમ, ઘૂઘરી વાગે રમઝમ ધરતી ધુજે ધમ ધમ, ધમધમ ધરતી થાતી જાય, ઘોડો મારો કૂદતો જાય કૂદતાં કૂદતાં આવે કોટ   કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો એક ઝવેરી જોઇ રહ્યો ઝવેરીએ તો હીરો દીધો હીરો મેં રાજાને દીધો રાજાએ ઉતાર્યો તાજ આપ્યું

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ ખિસકોલી * Tribhuvandas Gaurishankar Vyas

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલીતું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલીતારા કૂદકા તો બહુ ગમે મઝાની ખિસકોલી તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલીતારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલીતારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલીકહે કેવી મઝા

પ્રતિકાવ્ય ~ નટવરલાલ બુચ * Natvaralal Buch

એક જ દે ચિનગારી, મહાનલ ! ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં, ખરચી  જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી… મહાનલ ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભ અટારી;ના સળગી એક સગડી મારી,વાત  વિપતની ભારી… મહાનલ ઠંડીમાં   મુજ   કાયા   થથરે, ખૂટી    ધીરજ   મારીવિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી…

લોકગીત ~ ઓ રાજ

ઓ રાજ રે.. વાવડીના પાણી ભરવા ગ્યા’તાંમને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો ઓ રાજ રે.. ઘરમાંથી ઘંટીઓ કઢાવોમને લહેરક લહેરક થાય રે, લહેરાકે જીવડો જાય રેમને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો ઓ રાજ રે.. સુરતની સાડીઓ મંગાવોએ સાડીઓ ફડાવો, એના પાટા બંધાવોમને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો ઓ રાજ

સુરેશ જોશી ~ આજે સવારે * Suresh Joshi

આજે સવારે બેઠી નિશાળ,પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. હારબંધ આ કબૂતર ગોખેગઈ કાલનો પાઠ ઝરોખે;સવારનો આ ચન્દ્ર રાંકડો –ધ્રૂજતે હાથે લખેલ આંકડો!સુર્યકિરણની દોરી રેખાકોણ, કહોને, માંડે લેખાં? આજ સવારે બેઠી નિશાળપવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. ~ સુરેશ જોશી આવું હળવું કાવ્ય પણ સુરેશ જોષી જેવા એક ગંભીર કવિ લખે છે! OP 30.5.22 *** સાજ મેવાડા

ભગવતીકુમાર શર્મા ~ હરિ તમે * Bhagavatikumar Sharma

હરિ તમે પારિજાતનું ઝાડરહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડહરિ તમે પારિજાતનું ઝાડ શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડહરિ તમે પારિજાતનું ઝાડ ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.હરિ

ભગવતીકુમાર શર્મા ~ સુપણે મત આવો * Bhagavatikumar Sharma

હરિ, સુપણે મત આવો!મોઢામોઢ મળો તો મળવું, મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,આ બદરાથીતે બદરા તક ચાતકનો ચકરાવોહરિ, સુપણે મત આવો! પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.મુંને બ્રજ કી બાટ બતાવો…હરિ, સુપણે મત આવો!… સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.કાં આવો, કાં

કવિ રાવલ ~ ન સવાર થઈ * Kavi Raval

ન સવાર થઈ ~ કવિ રાવલ ન સવાર થઈ ન સાંજ થઈ – ન વહી હવા, ન બહાર થઈન થયું કશું – ન થશે કશું – હું ઊભી છું માત્ર અભાવ થઈ અહીં બંધ છું હું કમાડ સમ નહિ આપમેળે ખુલી શકુંવિધિવત મને જો તું ખોલશે – હું તને મળીશ ઉઘાડ થઈ તરુવર હરિત ને હવા પુનિત, ઋજુ

પાર્થ તારપરા ~ પાણી અને બરફ

પાણી અને બરફ વિશે ~ પાર્થ તારપરા પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય,આંસુ અને ડૂમામાં ફક્ત એ રહેલ હોય. આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમનીએવું બને એ આવી ને ચાલી ગયેલ હોય. પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં,થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય માણી રહી છે જિંદગી એવી રીતે મને,જાણે કૃપાળુ

Scroll to Top