શયદા ~ જનારી રાત્રિ * Shayda
જનારી રાત્રિ જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે. કિનારેથી તું કરી
