સુરેન્દ્ર કડિયા ~ હોડ  હજ્જારો

હોડ  હજ્જારો ~ સુરેન્દ્ર કડિયા હોડ  હજ્જારો હું બકવા નીકળ્યો છુંનામ  પરપોટો  ને  ટકવા  નીકળ્યો  છું ઝળહળી  ઊઠવું  ને  બુઝાઈ જવાનુંએક  ઇચ્છાને  અડકવા  નીકળ્યો  છું સાવ  બખિયાભેર  વિસ્તરતા જવાનુંસોયના  નાકે   છટકવા   નીકળ્યો  છું પંડમાં  જયાંથી  પવન  થૈને  હું  પ્રગટુંએ  જ ડાળી પર બટકવા નીકળ્યો છું હું  મનોમન  કેટલી  વાતો  કરું,  પણહોઠ  પર  આવી અટકવા નીકળ્યો છું ~ સુરેન્દ્ર કડિયા ‘નામ

વિમલ અગ્રાવત ~ હતું મોસમનું

હતું મોસમનું ~ વિમલ અગ્રાવત હતું મોસમનું ઇ પહેલું રે પાણી સખીરી હું તો આખીને આખી ભીંજાણી રે દરિયે કાંઇ  નદીયું લૂંટાણી સખીરી હું તો આખીને આખી ભીંજાણી….. કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક વાદળનું નખરાળું પૂર છાંટે છાંટે લી’ મૂઇ છોલાતી જાઉં પણ કેમ કરી જાવું રે દૂર હું તો ચૂંદડીની ઓથે સંતાણી સખી રી હું

આબિદ ભટ્ટ ~ આવ લઈ Aabid Bhatt

આવ લઈ ~ આબિદ ભટ્ટ આવ લઈ, જે વાતને સમજી શકે,દર્દ, એની જાતને સમજી શકે. ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,લાવ કે જે રાતને સમજી શકે. કંટકો સાથે રહ્યા જે ડાળની,પાનખરની ઘાતને સમજી શકે. શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,એ વળી જઝબાતને સમજી શકે ? તારલાનો તું હશે આશિક ભલે,બોલ, ઉલ્કાપાતને સમજી શકે ? હોય શ્રદ્ધાનાં સુમન જેની કને,એ

પથિક પરમાર ~ ભીંતના શબ્દો

ભીંતના શબ્દો ~ પથિક પરમાર ભીંતના શબ્દો બધા સાચા પડ્યા મૌનના અર્થો જ ચોગમ આથડ્યા. ‘પાંખ આપી’ – ને કહે ‘ઊડવું નહીં’ રે ! નિયતિએ કેવા ધબ્બા થાબડ્યા. હું એ મહેન્દી છું ન જેમાં રંગ છે, ક્યાંય ના સંદર્ભ મુજને સાંપડ્યા ‘ખેંચ’ કૈં વૈષમ્યની ઉત્કૃષ્ટ ને – દરબદર વૈફલ્ય-વન ચશ્મે ચડ્યા. ઝાંઝવાં મેં કેટલાં પાળ્યાં

શૈલેન રાવલ ~ મજાના શેર

કેટલાક મજાના શેર આવશે તો મન મૂકીને આવશે પંખીઓ થોડા પૂછીને આવશે ? ** હે હિસાબી માનવી, કહે તો ખરો કે લાગણીનું સ્થાન ક્યાં છે આંકડામાં ? ** તરસ મારી ફક્ત ખોબે ચડે છે નદીઓ પણ તને ઓછી પડે છે. ** એક ખિસકોલી તરત પાછી ફરી ગઈ તરફડે છે સ્પર્શ સૂના બાંકડામાં. ** મન પછી

ભગવતીકુમાર શર્મા ~ અઢી અક્ષરનું * Bhagavatikumar Sharma

અઢી અક્ષરનું ચોમાસું ~ ભગવતીકુમાર શર્મા અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમેખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમેખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાંઆંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ

સરૂપ ધ્રુવ ~ સળગતી હવાઓ * Sarup Dhruv

સળગતી હવાઓ  સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો ! હજારો વરસથી મસાલો ભરેલુંખયાલોનું શબ છું ને ખડખડ હસું છું મળ્યો વારસો એને દાંત ને ન્હોરનો, બસ !અસરગ્રસ્ત ભાષા ભસું છું હું, મિત્રો ! અરીસા જડેલું નગર આખું તગતગ,પથ્થર બનીને હું ધસમસ ધસું છું, તિરાડોની વચ્ચેનું અંતર નિરંતર,તસુ બે તસુ બસ,

રઈશ મનીઆર ~ અમે * Raeesh Maniar

અમે રસ લેવા માંડ્યો ~ રઈશ મનીઆર અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાંનથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસ કચોરીમાં. પ્રિયે એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગીકદી ચટણીપૂરી લાગી, કદી પાણીપુરી લાગી. થતી તુજ વાત ને તેમાંય તારા રુપની ચર્ચાજાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચાં. અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથનકામી ગઈ જે રોજરોજ

હાલરડું ~ લીંપ્યું ને ગુંપ્યું

હાલરડું ~ લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું,પગલીનો પાડનાર દ્યો ને, રન્નાદે!વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.દળણાં દળીને ઊભી રહી,પાળ્યુંનો પાડનાર દ્યો ને, રન્નાદે !વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.પાણી ભરીને ઊભી રહી,છેડાનો ઝલનાર દ્યો ને, રન્નાદે!વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.મહીડાં વલોવી ઊભી રહી,માખણનો માગનાર દ્યો ને, રન્નાદે !વાંઝિયા-મેણાં, માતા, દોયલાં. રોટલા ઘડીને ઊભી રહી,ચાનકીનો માગનાર દ્યો ને, રન્નાદે !વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.ધોયોધફોયો મારો સાડલો,ખોળાનો

પ્રતિભા ગજેરા ~ જ્યારે જ્યારે 

જ્યારે જ્યારે હું ઘરખર્ચનો હિસાબ કરું છું ત્યારે લાગે છે કે હું એક રાજ્ય ચલાવું છું. જ્યારે હું રસોડામાં રાંધવા ભરાઈ જાઉં છું ત્યારે લાગે છે હું એક મહાન શેફ છું. જ્યારે હું ઘરના માંદા સભ્યોને સંભાળું છું ત્યારે લાગે છે કે હું સારી ડોકટર છું. જ્યારે હું બાળકોને ભણાવું છું ત્યારે લાગે છે કે

Scroll to Top