મનોજ ખંડેરિયા ~ સજા મળી છે * Manoj Khanderiya
જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે. ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.
