મણિલાલ દેસાઈ ~ આભમાં કોયલ

આભમાં કોયલ કીર કબૂતર આભમાં કોયલ કીર કબૂતર ઊડેઝાડ જમીનેનભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે. જલની જાજમ પાથરી તળાવક્યારનું જોતું વાટકોઈ ના ફરક્યું કાબરકૂબરસાવ રે સૂના ઘાટ !એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે. વાત કે’વાને થડના કાનમાંડાળ જ્યાં જરાક ઝૂકી,તોફાની પેલી ચકવાટોળીચટાક દઈને ઊડી.પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે ! ~ મણિલાલ

યોગેશ જોષી ~ એક વડ નીચે * Yogesh Joshi

એક વડ નીચે  એક વડ નીચેછાંયડાના ગાલીચા પર સૂતો હતો,ત્યારેકોઈ મધમાખી આવીનેડંખી ગઈ મારી તર્જનીને. શું આટઆટલાં વર્ષો પછીયેમારી આંગળીઓમાંમ્હેંકતો હશે તારો સ્પર્શ ? ~ યોગેશ જોષી અચાનક કોઈ પતંગિયુ આવીને હથેળીમાં બેસી જાય અને જેવો રોમાંચ થાય એવો રોમાંચ આ નાનકડું કાવ્ય વાંચતાં થાય.   OP 19.7.22 *** Meena Jagdish 31-08-2022 વાહ….સ્મૃતિનું કેવું સુંદર અને

ભગવાન થાવરાણી ~ ચલો પાછા * Bhagawan Thavrani

ચલો પાછા વળી જઈએ ~ ભગવાન થાવરાણી હવે રસ્તો નથી આગળ – ચલો પાછા વળી જઈએવળી ખૂટી ગયા અંજળ – ચલો પાછા વળી જઈએ હવે સંભાવના ક્યાં કામનાનું વૃક્ષ આ  મ્હોરેજતનથી સાચવી કૂંપળ – ચલો પાછા વળી જઈએ ન દરિયો સાંપડ્યો તારો – નદી મારી ન પામ્યો હુંઉલેચ્યાં ઉમ્રભર મૃગજળ – ચલો પાછા વળી જઈએ નદી સંબંધની ઓળંગવી છે આકરી

આર.એસ.દૂધરેજિયા ~ હું રોજ

હું રોજ તારા ~ આર.એસ.દૂધરેજિયા હું રોજ તારા પ્રેમપત્રોસળગાવવા માટેબાકસ ખોલું છું,પણદરેક વખતે તેમાંથીપતંગિયું નીકળે છેઅને હુંપત્રો સળગાવવાનું માંડી વાળું છું. ~ આર.એસ.દૂધરેજિયા પતંગિયા જેવું નમણું કાવ્ય. OP 20.7.22 *** Meena Jagdish 31-08-2022 સુંદર અને નાજુક નમણું સંવેદન…🙏🏻 આભાર 24-07-2022 આભાર દીપકભાઈ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર. દીપક વાલેરા 22-07-2022 વાહ દીપક વાલેરા 22-07-2022 વાહ

કૃષ્ણલાલ શ્રીધરાણી ~ સૂતી હતી * Krushnalal Shridharani

સૂતી હતી બાથ મહીં ~ કૃષ્ણલાલ શ્રીધરાણી સૂતી હતી બાથ મહીં સુંવાળી,હતાં કર્યાં બંધ બધાંય બારણાંછાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,બુઝાવીને દીપક કીકીઓ તણા ન દેખવું કે નવ બોલવું જરી,ન વાંચવી અંતરની કિતાબ;બે દેહની એક અખંડતા કરી,છાતી કરે બેઉ અબોલ સાદ અંધારની અંગ ધરી પછેડીનિસ્તબ્ધતાના પડદા રહ્યા લળીચંપા તણાં પર્ણ જરા ખસેડીબારી થકી ચંદ્રી પડે જરા ઢળી જે ઓષ્ઠ મારા, મુજ એકલાનાતે

જગદીપ ઉપાધ્યાય ~ ઢાંક જરી * Jagdeep Upadhyay

ઢાંક, જરી ~ જગદીપ ઉપાધ્યાય ઢાંક, જરી માથાને ઢાંકજોબનને છૂટું ના મેલ, મૂઇ ! ધડો લેતી જા કાંક… મેળામાં છેડીએ ગીત,પણ દઇએ કોઇને ન ચિત્તઠોઠ! જરી શીખ તું ગણિત.કે’દી તને આવડશે આંક ? મૂઇ ! ધડો લેતી જા કાંક… રાખ ના ભરોસો તલભાર,સુંવાળું ટૌકી દિ ચારઊડી એ જાશે ઓ પાર,કમખે પંખી ન ટાંક! મૂઇ ! ધડો લેતી

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’~ ડૂમો ભરાવા * Shailesh Pandya ‘Bhinash’

ડૂમો ભરાવા લાગશે  ડૂમો ભરાવા લાગશે, આંસુ પરત થશેઆ આંખમાંથી ક્યાં ઝરણ જેવું તરત થશે. જીવન હતું થોડું અને ઘટના અલગ થઈવાતો શરમ છોડીને પાછી કાર્યરત થશે. મૂંગાં રહ્યાં ને ઓરડાની આબરૂ ગઈકોના ટહુકે સોયદોરાનું ભરત થશે? મારી કથામાં સાવ સીધુંસટ જવાય છેકોને ખબર સરકારની કેવી શરત થશે! ચાલાક, હોશિયાર બનવાનું ગમ્યું નથી‘ભીનાશ’ સમજણ છોડી છોડી જડભરત

હાલરડું ~ પોઢોને

હાલરડું ~ પોઢોને મારા હરિ પોઢો ને મારા હરિ હાલો હાલો ! તું તો રે તારા બાપને બહુ વા’લો. – પોઢો નેતું તો રે તારી માતાનો લાલ. – પોઢોને ને  મળવાને આવશે વ્રજ તણા બાળા,તે તો રે લાવશે ફૂલડાંની માળા,તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને મળવા રે આવશે ગોકુળની ગોપી,તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,તું તો

ગુરુદત્ત ઠક્કર ~ મજાનાં શેર

કેટલાંક મજાનાં શેર ~ ગુરુદત્ત ઠક્કર પ્રેમ તણા દરિયા તટ પર શું લક્ષ્મણરેખા દોરે? લહેરો આવે ભીંજવવા ને તું વસ્ત્રો સંકોરે! ***  શાણપણ આવ્યા પછી સળગ્યા કરે આ હૃદય પણ ઓછું નથી પ્રહલાદથી. ** મનને માર્યું ખાસ્સું વાર્યું, તો’ય કરે બસ એનું ધાર્યું હોકાયંત્રો ખોવાયા ‘તા, વહાણ ભલા કોણે હંકાર્યું ?** કોરા કાગળ જેવી રાતો, સ્વપ્નો પારાવાર

પિંગળશી ગઢવી ~ માફી રે માગજો

(એની) માફી હૈ તમે તો સૌ માગજો પવીતર થાજો ધોઈ પાય, અંતર મેલાંને કરો ઊજળાં જોગીડો માગે છે જવાબ. કર બે હતા પણ કામ નો કર્યા, પાંવ રે હતા તે ખેડ્યા નહિ પંથ, જીભ રે હતી ને અસત્ ભાખિયા, આંખ્યું રે હતી ને ફર્યા થઈ અંધ. માફી રે શ્રવણ કરી માગો, સુણ્યો નહિ ગરીબોનો સાદ,

Scroll to Top