મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’ ~ ગુફ્તગૂમાં રાત * Manharlal Choksi
ગુફ્તગૂમાં રાત ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;ને શમાઓ સ્પર્શની બળતી રહી. સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,રાતરાણી ગીત સાંભળતી રહી. વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,પાનખરની પાંખ સળવળતી રહી. ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,જીભ એ મૃગજળની સળવળતી રહી. હાથમાં અવસર તણું દર્પણ હતું,ને નજર વેરાનમાં ઢળતી રહી. હું કોઈ સંબંધનું આકાશ છું,શબ્દની રેખાઓ ઓગળતી રહી. ~ મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’ (29.9.1919 – 4.5.2005)
