યામિની વ્યાસ ~ દોડતી ને દોડતી * Yamini Vyas

દોડતી ને દોડતી  દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છેકોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓઆ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે જિંદગીની આ રમત કેવી કે રમતા માણસોઅધવચાળે મેલીને ચોપાટ ચાલી જાય છે લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકેકોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય

દિનેશ દેસાઈ ~ અબીલ જેવો છું

અબીલ જેવો છું ~ દિનેશ દેસાઈ અબીલ જેવો છું, ગુલાલ જેવો છું, કરો તિલક શુભ-લાભ, ભાલ જેવો છું. દુઃખો મિટાવું છું, ખુશી લુટાવું છું, સુતર, કદી રેશમ રૂમાલ જેવો છું. પુનમ કરી આપું, અમાસની રાતો, સદાય છું સૂરજ, મશાલ જેવો છું. સુખો વહેંચું, કામ આંસુ લુછવાનું, નવાબ છું દિલનો, ટપાલ જેવો છું. બહાર–ભીતર એક સ્વાદ–ચાખી લો,

દિનેશ ડોંગરે ~ ફૂલની સાથે

ફૂલની સાથે ~ દિનેશ ડોંગરે ફૂલની સાથે બગાવત રાખે છે; ખુશ્બુ પણ કેવી અદાવત રાખે છે! પાણીમાં પણ ઘર બનાવી જાણતી; આ હવા નોખી કરામત રાખે છે. છોડીને સંસારનો વૈભવ બધો; શબ્દ ગઝલોને તથાગત રાખે છે. આંખ ખુલતાંવેંત ખરી પડતાં તરત; એમનાં શમણાં નજાકત રાખે છે. માનવીને યાદ મર્યાદા રહે; હા, ખુદા તેથી કયામત રાખે છે.

વિપિન પરીખ ~ ક્યારેક આપણે * Vipin Parikh

ક્યારેક આપણે  ~ વિપિન પરીખ ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાંબિલાડીના બચ્ચાં બની જઈએ છીએ.ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈએકમેકને વીટંળાઈ વળીએ ! ના, ના,તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ?તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે :“તમે મને ભૂલી તો નહીં જાઓ ને?”હું ઢોંગ કરીને કહું છું,

પ્રફુલ્લ પંડ્યા ~ નથી કહેવા જેવું * Prafull Pandya

નથી કહેવા જેવું ~ પ્રફુલ્લ પંડ્યા નથી કહેવા જેવુંય કશું જીભમાં !જીભે તો વર્ષોથી લોચાં વાળ્યાં છે એથી શબ્દો રહ્યાં ન એનાં બીજમાં !નથી કહેવા જેવું ય કશું જીભમાં ! વર્ષોથી આમતેમ ઉડતી ઈચ્છાઓ નથી પહેરી શકાય એ જ કારણે,ડગમગતાં સપનાઓ આવે ને જાય, આંખ ખૂલતી ન્હોતી કોઈ સંભારણે !વરસો તો ઠીક અહીં સદીઓ વીતી છે

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ ગમ્યું એ બધું * Rajesh Vyas

ગમ્યું એ બધું  ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે. આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે. સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે. અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ? કેટકેટલું મથે ? દેહ

નીતિન વડગામા ~ અચાનક દ્વાર ખખડાવી* Nitin Vadgama

વરસ પૂરું થયું અંતે  અચાનક દ્વાર ખખડાવી વરસ પૂરું થયું અંતેધબકતા શ્વાસ થંભાવી વરસ પૂરું થયું અંતે. જગત આખું નિહાળી ના શક્યું એને નરી આંખેઅગોચર શસ્ત્ર સરકાવી વરસ પૂરું થયું અંતે. મકાનોનું રૂપાંતર થઈ ગયું છે કેદખાનામાંસતત ફફડાટ ફેલાવી વરસ પૂરું થયું અંતે. મનોરથ સાત રંગોના અધૂરા રહી ગયા એમ જબધાંનાં ભાગ્ય પલટાવી વરસ પૂરું

રમેશ પારેખ ~ અજવાળાંનો તહેવાર Ramesh Parekh

આંગણ આવ્યો અજવાળાંનો અલબેલો તહેવાર વાળી-ઝૂડી અંધકારને ફેંકો ઘરની બહાર ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો અણબનાવની જૂની-જર્જ૨ખાતાવહીઓ ફાડો નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો ભોળાં-ભોળાં સગપણની જો ગૂંથીને ફૂલમાળા પહેરાવો તો સૂકાં જીવતર બની જશે રઢિયાળાં સુખની ઘડીઓ કોઈ ત્રાજવાં-તોલાથી ના

ગીતા કાપડિયા ~ મ્હેક મ્હેક

મ્હેક મ્હેક ઉર થાય ~ ગીતા કાપડિયા મ્હેક મ્હેક ઉર થાય પરાગે, પાંખડીએ બંધાયે શે? સૂરધાર ભીતર રણઝણતી, મૌન ધર્યે રૂંધાયે શે ? લજ્જાના આવરણે નૈણાં નેહભરેલ છુપાયે શે ? મધુર વ્યથાએ હૈયું થડકે, પાલવમાં સંતાયે શે ? અનંગ અંગેઅંગ હસંતો, શિશિર વસંતે છાયે શે ? કિરણ-ઝરણ પૂનમ-શશિયરનાં તિમિરે અવરોધાયે શે ? પ્રણય-જુવાળ ચઢે અણુઅણુએ, મત્ત

‘બેજાન’ બહાદુરપુરી ~ મને સાથ એનો

મને સાથ એનો ~ ‘બેજાન’ બહાદુરપુરી મને સાથ એનો મળ્યો છે સદાનોકહો કેટલો પાડ માનું વ્યથાનો ! કહે છે હૃદય : સાવ નિર્દોષ છે તુંપછી હોય શો ડર ગમે તે સજાનો ! કબૂલીશ એ વાત ક્યારેક તું પણનથી માનવી હું ય નાના ગજાનો પછી શું થયું એ ન પૂછે તો સારુંનથી અંત હોતો સદા હર કથાનો સતત

Scroll to Top