અનિલ ચાવડા ~ હાય પ્રભુ * Anil Chavda
હાય પ્રભુ હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?હાય પ્રભુ આ સંધ્યા આખીયે ખરડાઈ કોની ભૂલે? હાય પ્રભુ આ કોની ભૂલે કિલકારીની ચીસ બની ગઈ?હાય પ્રભુ આ કોની ભૂલે હૈયામાં એક ટીસ બની ગઈ? કોની ભૂલે હસતાં સપનાં હાથ છૂટતા ખરી પડ્યાં છે?કોની ભૂલે બે કાંઠાઓ પોક મૂકીને રડી પડ્યાં છે? હાય પ્રભુ આ
