દલપતરામ ~ નદી * બાબુ સુથાર * Dalpatram * Babu Suthar
નદી તણાં નીર ~ દલપતરામ નદી તણાં નીર ધીમે વહે છે, ગતિ વિશે ગંભીરતા રહે છે; તે જેમ મોટા જનને નિહાળી લજાતી ચાલે સતી લાજવાળી. નદી-કિનારે બગ જૈ રહે છે, ધ્યાની બનીને મછને ગ્રહે છે; જાણે મળી ધર્મ ધર્યાની છૂટી, ફાવ્યું ઠગોને ઠગી ખાય ફૂટી. નદી વિશે લોક અનેક જૈને ભણી સ્તુતિ ના’ય નિમગ્ન થૈને;
