કરસનદાસ લુહાર – આ ઉષ્ણ અંધકારે
આ ઉષ્ણ અંધકારે મેઘલ ઉજાસ થઇને,આંખોમાં તું ઊગી જા ઘેઘૂર ઘાસ થઇને. અકબંધ કેવી રીતે રાખી શકું મને હું ?જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને. ચાલ્યું ગયું છે મૂકીને ઝળહળાટ ઘરમાં,આવ્યું હતું જે રહેવા કાળી અમાસ થઇને. સુંવાળી કામનાઓ લીંપીં દે લોહીમાં તું,આ જંગલી ફૂલોની આદિમ સુવાસ થઇને. તારું તમસ લઇને હું ખીણમાં પડ્યો
