લાભશંકર ઠાકર ~ પરોઢનાં ઝાકળમાં * Labhshankar Thakar * Lata Hirani
પરોઢનાં ઝાકળમાં તડકો પીગળે. પીગળે પીગળે પડછાયાના પ્હાડ. ને આંસુમાં ડૂબતી તરતી તરતી ડૂબતી અથડાતી ઘુમરાતી આવે થોર તણી કાંટાળી લીલી વાડ. વાડ પરે એક બટેર બેઠું, બટેર બેઠું, બટેર બેઠું ફફડે ફફડે ફફડે એની પાંખ. દાદાની આંખોમાં વળતી ઝાંખ. ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી આછા આછા અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા ઠક્
