રમેશ આચાર્ય ~ પાછલી રાતે * સંજુ વાળા * Ramesh Acharya * Sanju Vala

પાછલી રાતેજોઉં તો : આદિવાસીકન્યાની છાતી                                                            શી   ટેકરીઓ   તાકે રાની  પશુની  આંખ. ~ રમેશ આચાર્ય આપણી કવિતાની વાત હોય કે જગતકવિતાની પણ એથિક્સ અને એસ્થેટિક કાયમ સંધર્ષમાં રહ્યા છે. જગતની વ્યવહારું સભ્યતાએ કાયમ એથિક્સના જ પક્ષમાં રહીને એવું કહ્યું છે કે, ભલે એ સર્જકોનો ઉન્મેષ હોય પરંતુ એથી એને જનસમાજના ઠેરવેલા આદર્શોને ભસ્મીભૂત કરવાનો જરા પણ

જયેન્દ્ર શેખડીવાળા * સુરેશ દલાલ Jayendra Shekhadiwala Suresh Dalal

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાંકોઈ સાંજે એમ પગલાં આપણાં સામા મળ્યાં.  મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાનાં ધણ સામા મળ્યાં. આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં. કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :શ્વાસના એકાંતને એનાં વતન સામા મળ્યાં. આજ બારી બહાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણેઆંખને ગઇકાલના

પ્રાર્થના

હે પ્રભુ, અમારી પ્રાર્થના એટલા માટે નથી કે અમે જે માગીએ એ અમને મળે. અમારી પ્રાર્થના તો અમારા હૃદયના વહેણને તમારી તરફ ખુલ્લાં કરવા માટે છે જેથી અમારા દ્વારા તમે જે ઈચ્છો એ કરી શકો.   અમારી પ્રાર્થનાનો ઉદ્દેશ એ જ છે કે તમે જે કંઇ ઇચ્છો એનો અમે સ્વીકાર કરીએ. અમારા મન અને વલણો તમારી

કૃષ્ણ દવે – ઓનલાઈન * Krushna Dave

ઝરણાંને ઓનલાઈન ભણવું ના હોય અને ટેકરીઓ પકડાવે કાન ! પ્હાડ જેવા દાદા તો હંમેશાં ક્યે છે કે કરવા દ્યો થોડાક્ તોફાન.  ભેખડ નથી કે નથી ભૂસકાં નથી કે નથી ક્યાંય એના મનગમતાં ઢાળ.“સીધી સપાટ સ્ક્રીન જોઈ ઊંઘી જાય છે” નું ઝરણાંના માથા પર આળ.   મમ્મી પપ્પા તો સાવ ભોળા તે માની લે, જે પણ સમજાવો

એષા દાદાવાળા : કવિતા લખતી હોઉં * Esha Dadawala

કવિતા લખતી હોઉં ત્યારે તારી સાથે વાત કરતી હોઉં એવું લાગે છે એટલે કે જ્યારે-જ્યારે તારી સાથે વાત નથી થતી ત્યારે-ત્યારે કવિતા લખતી હોઉં છું તું આવી શકે તો આવ હવે મારે કવિતા લખવી બંધ કરવી છે, બસ !!   ~ એષા દાદાવાળા મૂળ પોસ્ટીંગ 20.10.2020

રમેશ પારેખ ~ ગીત Ramesh Parekh

ગાતાં ખોવાઇ ગયું ગીતકે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતનેઆથમી ન જાય એમ રાખુંભીડેલી પાંપણમાં કોણ જાણે કેમફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં ગાતાં ખોવાઇ ગયું ગીતકે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં આંગળીની ફૂંકથી ન ઓલવી શકાયએવા પથ્થરમાં ઝળહળતા દીવાપાણીથી ફાટફાટ

ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’ – તું તારા દિલનો દીવો * Bhogilal Gandhi ‘Upavasi’

🥀 🥀 તું તારા દિલનો દીવો થા નેઓ રે ઓ રે ઓ ભાયા …. રખે કદી તું ઊછીના લેતો, પારકાં તેજ ને છાયાએ રે ઊછીના ખૂટી જશે ને, રહી જશે પડછાયાઓ રે ઓ રે ઓ ભાયા….. કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેટ છુપાયાનાની શી સળી અડી ના અડી, પ્રગટશે રંગમાયાઓ રે ઓ રે ઓ ભાયા…..

ભાલણ – નાવિક વળતો બોલીયો

નાવિક વળતો બોલીયો, સાંભળ મ્હારા સ્વામ સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક. આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર બે મળીને શું જામે ?

જયંત પાઠક – રસ્તાઓ અચાનક * Jayant Pathak

રસ્તાઓ અચાનક મળી ગયાબે ઘડી વાતે વળગ્યા નેછૂટા પડી ગયા. ઝરણાં અચાનક મળી ગયાંએકબીજાને ભેટ્યાં નેભળી ગયાં. અમે અચાનક મળી ગયાં-અમે, ના રસ્તા કે ના ઝરણાંએટલે-ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! ~ જયન્ત પાઠક 9.10.2020

ઉમાશંકર જોશી – સમયની ચીસ * Umashankar Joshi

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ? મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ? સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ? દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ? મુક્તિ, વળી નવતર બંધનની માયા ?સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?  ~

Scroll to Top