લોકગીત ~ દાદાને આંગણે આંબલો
દાદાને આંગણે આંબલો આંબલો ઘોર ગંભીર જો. એક જ પાન મેં ચૂંટીયું દાદા ગાળ મ દેજો. અમે રે લીલુડા વનની ચરકલડી ઊડી જાશું પરદેશ જો. આજ રે દાદાજીના દેશમાં કાલે જાશું પરદેશ જો. દાદાને વહાલા દીકરા અમને દીધા પરદેશ જો.. દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર જો.. 9.10.2020
