અનિલ જોશી ~ તમે અણધાર્યા વાદળ : આસ્વાદ ~ વિવેક ટેલર * Anil Joshi * Vivek Tailor
www.kavyavishva.com
પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છેરહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે ! જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે ! અખબારોના ટોળાઓમાં અક્ષર થઈને રોજ સવારે નાટક જેવું ભજવાયો છે ! માણસભીની મહેક નથી પણ અફવાઓ છે માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે ! ~ શ્યામ સાધુ
એક પતંગિયા શી ચંચળ છોકરી ~ રેખા ભટ્ટ એક પતંગિયા શી ચંચળ છોકરી, જાણે ખળખળ વહેતું ઝરણું, જાણે મઘમઘતી જૂઈ જાણે છૂઇમૂઈ સપનાં પરોવતી જાગતી આંખે હિંડોળે ઝૂલતી એક દિવસ રાજકુમારની સાથે ઊડે પાંખાળા ઘોડા પર બેસીને…… ધીમે ધીમે હિંચકાનો લય ધીમો પડતો જાય ગીતનું ગૂંજન વિરમતું જાય પાંખો બિડાય એક છોકરી જાતે કોશેટો ગૂંથતી ગૂંથતી ઈયળ