વર્ષા દાસ ~ લોહીનો રંગ લાલ & વહેલી સવારે * Varsha Das
www.kavyavishva.com
પગલી પારિજાતની ઢગલી !ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી ! કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.પગલી પારિજાતની ઢગલી ! પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનોયમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનોસંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.પગલી પારિજાતની ઢગલી !…. ~ રઘુવીર ચૌધરી આસ્વાદ