રઘુવીર ચૌધરી ~ નીલ ગગન * રમણીક અગ્રાવત * Raghuvir Chudhari * Ramnik Agrawat

વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી નીલ ગગન પર્વત નીંદરમાંખળખળ વહેતાં વૃક્ષ પવનમાં. યુગયુગથી જે બંધ અવાચકકર્ણમૂલ ઉઘાડ્યાં શંકરના, જટાજૂટથી મુક્ત જાહ્નવીરમે તરવરે સચરાચરમાં ધરી સૂર્યનું તિલક પાર્વતીસજે પુષ્પ કાનનમાં….. શિલા શિલાનાં રન્ધ્ર સુવાસિત,ધરા શ્વસે કણકણમાં. વરસ્યા બારે મેઘ ઝળૂંબીઊગ્યાં દેવતરુ રણમાં. તાંડવની સ્થિર મુદ્રા આજેલાસ્ય ચગે ત્રિભુવનમાં….. ~ રઘુવીર ચૌધરી વહી જવું પવનની આંગળી

Scroll to Top