પુષ્પા વકીલ ~સ્વપ્ન-કુસુમ * Pushpa Vakil

સ્વપ્ન-કુસુમ (ઉપજાતિ) ખીલ્યું અમારા ઉર-આંગણામાં એ પુષ્પ, બીજી ક્ષણ ના હતું ત્યાં;જોયું ન જોયું, કરમાં ગ્રહ્યું ના,સુગંધ તેની ઉ૨માં ઠરી ના,કે નેન ઠારી નિરખ્યું ન પૂરું;ત્યાં ઓસ-મોતી સમ તે મધુરું ખરી પડી નષ્ટ થયું જરામાં. રચાય સ્વપ્ને સુખથી ભરેલું માયાવી જે જીવન માનવીનુંઃ તેવી રીતે સ્વપ્ન વિશે જ ખીલી તું સ્વપ્નમાંહીં જ વિલોપ પામ્યું.જાગી હું

Scroll to Top