પ્રબોધ પરીખ * પ્રબોધ પરીખ * Prabodh Parikh
પ્રાર્થના મને તારી સામે જોવાની શક્તિ આપ, સૂર્યનું તેજ ઝીલવાની નગરા પાર સુદૂરનાં વહાણો બોલાવવાની મરજીવા થવાની રમકડાં-ટ્રેન ચલાવવાની દુકાળ ઓળંગવાની infant femme ના વાળમાંથી જાદુઈ જડીબુટ્ટી શોધવાની. મને ફરી, એક ભ્રમ આપ. હું સોક્રેટિસ તો છું નહીં, મારા લોહીમાં વહેતા અર્ધ ખુલેલા ફ્રેન્ચ કવિઓના લેન્ડ સ્કેપમાં તરી શકું, સાંભળી શકું તેવી દૃષ્ટિ આપ. બારાખડી
