સંધ્યા ભટ્ટ – દિવાળી * Sandhya Bhatt
(શિખરિણી) દિવાળી અંધારે પુલકિત કરે દીપદ્યુતિથીબધું જૂનું ભેગું વરસભરનું છેવટ થતુંસફાઈ તેની રે કરજ ગણીને આ દિવસમાં-થતી; ભેગાભેગું કંઇક નિજનું ચાલી ય જતું… અમે જૂના વર્ષે ગફલત કરી એ પરખતાકર્યા કૈં ગુનાઓ,ગરબડ કરી ખોટું સમજીઉનાળાની રાતે પવનપયનું પાન ન કર્યુંશિયાળે સૂર્યોનું સુખ નવ ગ્રહ્યું,કુંઠિત થયાં…. અમે તો વર્ષાની નવલ સરવાણી ય ન ઝિલીૠતુઓ આપે છે
