પરબતકુમાર નાયી ‘દર્દ’ ~ આવું તો કેમ ? * Parbatkumar Nayi

સપનાનું આવું તો કેમ ?હોંશીલો હાથ જરા અડકે ના અડકે ત્યાં થઈ જાતું પરપોટા જેમ………. સપનું ઊગ્યા પછી આંખોના ફળિયામાં ઊગ્યાં છે મનગમતાં ફૂલ,સપનું ઊગ્યા પછી કો’ક એમ કહેતું કે જીવન કરી દ્યો ને ડૂલ !!ઝાકળના ફોરાને તડકાના દેશથી  લઈ જાશું કેમ હેમખેમ ?સપનાનું આવું તો કેમ ? સપનાની હોડી લઈ પાંપણના દરિયામાં ખેપો આ

નિરંજન ભગત : કાળની કેડીએ * Niranjan Bhagat

કાળની કેડીએ ઘડીક સંગરે ભાઈ, આપણો ઘડીક સંગ;આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;એકબીજાને

રાજે – મોહનજી તમો મોરલા

મોહનજી તમો મોરલા, હું વારી રે કાંઇ અમો ઢળકતી ઢેલ, આશ તમારી રે જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે ; ત્યાં અમો માંડીએ કાન, આશ તમારી રે મોરપીંછ અમો માવજી, હું વારી રે વહાલા વન વન વેર્યા કાંથ, આશ તમારી રે પૂઠે પલાયાં આવીએ, હું વારી રે તમો નાઠા ન ફરો નાથ, આશ

ગાયત્રી ભટ્ટ – હરખની હેલી ગુજરાતણ * Gayatri Bhatt

ગાયત્રી ભટ્ટ ~ હરખની હેલી ગુજરાતણ ઢોલ બજે ને ઝાંઝરીયામાં ઝીલી ન જાતી ભરતીહું તો હરખની હેલી ગુજરાતણ…રગરગમાં રમઝટ ઉપડે ને ચપટી ચાલે તરતીહું તો હરખની હેલી ગુજરાતણ….. નાના સરખા ઘડુલિયાની ફરતે ઝીણા છેદ કરાવુંભરમ ભીતરના ભેદું છેદું, દીવડો નાનકડો પેટાવુંઉજળા આંગણિયાંને  લીપી, કંકુ કામણ કરતીહું તો હરખની હેલી ગુજરાતણ…. ડાબે જમણે લાભ શુભની રાતી

પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ ભલે બુઝાવવા * Purvi Brahmbhatt

ભલે બુઝાવવા એને ભલે બુઝાવવા એને, હવા એ ફૂંક મારી છે,ઝઝૂમવાની દીવાએ વાત હિમ્મતથી સ્વીકારી છે. હવે દુઃખદર્દ મુઠ્ઠી વાળીને છે નાસવા મજબૂર,મને પાલવથી ઢાંકીને નજર ‘મા’ એ ઉતારી છે. વ્યથા, મુંઝારો ને ઉજાગરો એમાં છે રેડાયા,તમે જે શેર પર વારી જઈ વાહ’ વા પુકારી છે. ઉછેરીને કરી મોટી ચઢાવી છે ઘણી માથે,કહ્યું માને છે

લાભશંકર ઠાકર ~ કાચબો * દક્ષા વ્યાસ * Labhshankar Thakar * Daksha Vyas

કાચબો ચાલે છે ~ લાભશંકર ઠાકર સુકાયેલા સમુદ્રને  ઊંચકીને  કાચબો  ચાલે  છે  જળાશયની શોધમાં. ~ લાભશંકર ઠાકર ‘ચાલવું‘ એ જ નિયતી – દક્ષા વ્યાસ લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ સર્જકતાથી છલકાતા કવિ. એની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે ત્રણ સ્થિતયંતરો સ્પષ્ટ દેખાય. પરંપરાગત અભિવ્યક્તિ, આધુનિક પ્રયોગપરાયણ અભિગમ અને લાઘવયુક્ત પોતીકો લાક્ષણિક આવિષ્કાર. ત્રણેમાં

લોકગીત ~ ચાંદલિયો ઊગ્યો * રમણીક અગ્રાવત * Ramnik Agrawat

લોકગીત આસો માસો શરદ પૂનમની રાત જો,ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં… સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો,સાસુ રે ઓલ્યા જલમની માવડી… જેઠ મારો અષાઢીલો મેઘ જો,જેઠાણી ઝબૂકે વાદળ વીજળી… દેર મારો ચાંપલિયો છોડ જો,દેરાણી ચાંપલિયા કેરી પાંદડી… નણંદ મારી વાડી માયલી વેલ્ય જો,નણદોઈ મારો વાડી માયલો વાંદરો… પરણ્યો મારો સગી નણંદનો વીર જો,તાણીને બાંધે

જીવણ સાહેબનું પદ * સંજુ વાળા * Jivan Saheb * Sanju Vala

જીવણ સાહેબનું પદ  સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયોઘટમાં ચંદા ને સૂર રે.. ઘટોઘટ માંહી રામ રમતાં બિરાજે,દિલહીણાથી રિયા દૂર…પ્યાલો મેં પીધેલ છે ભરપુર ~ જીવણ સાહેબ કસ્તુરી પેટાવી કેડા આળેખો ‘ને વાધો…કડી  :-  ૭૭ ~ સંજુ વાળા ભક્ત કે ભક્તિની વાત આરંભીએ ત્યારે જે કોઈ બિન્દુથી શરૂ કરીએ તે અતોષકર જ લાગવાનું. એનું કારણ એટલું જ

લતા હિરાણી ~ ચટ્ટાનો * રમણીક અગ્રાવત * Lata Hirani * Ramnik Agrawat

ચટ્ટાનો ખુશ છે  ખુશ છે પાણા પથ્થર  વધી રહી છે એની વસ્તી  ગામ, શહેર, નગર… પેલી પર્વતશિલા હતી કેવી  જંગલ આડે સંતાયેલી  હવે આખ્ખે આખ્ખો પર્વત  નાગોપૂગો બિચારો  ફાટી આંખે જોઇ રહ્યો  ને રોઈ રહ્યો  કોઈ નથી એનું તારણ  હારી ગયા ને હરી ગયા  ઝાડ, પાન ને જંગલ  ખુશ છે પાણા પથ્થર વિશ્વાસ છે એમનો

રમણીક અરાલવાળા ~ વતનનો તલસાટ * જગદીશ જોષી Ramnik Aralwala Jagdish Joshi

વતનનો તલસાટ ~ રમણીક અરાલવાળા  ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી, જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા. કૂવાકાંઠે કમરલળતી પાણિયારી, રસાળાં ક્ષેત્રેક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા, હિંડોળતાં હરિત તૃણ ને ખંતીલા ખેડૂતોનાં મીઠાં ગીતો, ગભીર વડલા, સંભુનું જીર્ણ દેરું, વાગોળતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ, ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરુ ઝંખી નિદ્રા

Scroll to Top