મનહર મોદી ~ તેજને તાગવા * Manahar Modi * Lata Hirani

તેજને તાગવા ~ મનહર મોદી તેજને તાગવા જાગ ને જાદવાઆભને માપવા જાગ ને જાદવા. એક પર એક બસ આવતા  ને જતામાર્ગ છે ચાલવા, જાગ ને જાદવા. આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય નાભેદ એ પામવા, જાગ ને જાદવા. શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે,ફૂલવા ફાલવા, જાગ ને જાદવા. ઊંઘ આવે નહીં એમ

રાજેશ વ્યાસ ~ સર્વ દીવાની * રમણીક અગ્રાવત * Rajesh Vyas * Ramnik Agrawat

મળે સર્વ દીવાની નીચેથી માત્ર અંધારાં મળે,કોઈ પણ હો આંખ આંસુ તો ફક્ત ખારાં મળે. ક્યાં રહે છે કોઈ એનાથી ફરક પડતો નથી,આ ધરા પર જીવનારા સર્વ વણજારા મળે. સાવ નિર્મોહી બની ના જાય તો એ થાય શું?કોઈને જ્યારે બધા સંબંધ ગોઝારા મળે. આપણે છુટ્ટા પડ્યા તો આપણું કોઈ નથી,એ સગાંવહાલાં હવે તારાં મળે –

ચિનુ મોદી ‘ઈર્શાદ’ ~ હું રાજી * અંકિત ત્રિવેદી * Chinu Modi * Ankit Trivedi  

હું રાજી રાજી ~ ચિનુ મોદી હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈનેસપનાઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં,ખાલીપો હુંય પામ્યો છું મારાઓ કોઈને એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું?આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને અમને જીવાડવા તો એ રાજીનો રેડ છેતારા વગર શું

આઝમ કરીમી ~ સંભવ નથી * હરીન્દ્ર દવે

સંભવ નથી કે…~ આઝમ કરીમી મન ગૂંગળાઈ જાય છતાં શું કરે હવે : પથ્થર બની ગયા છે પગો શ્વાસશ્વાસના, ધરતીના ચારે હાથ નહીં વિસ્તરે હવે… પૃથ્વી વિશાળ વ્યોમને કહેતી ફરે હવે : ખાબોચિયામાં તૃપ્તિનું હોવું ભરમ હતું, જીવી શકે ન જે અહીં લાજી મરે હવે…. સંબંધનાં ગુલાબ નહીં પાંગરે હવે : મીઠાશની ક્ષણોને ફરી ઝેર

રાવજી પટેલ ~ સીમ-ખેત૨માં * હરીન્દ્ર દવે * Ravji Patel * Harindra Dave

સીમ-ખેત૨માં દેવસ્થાન ફરફરેમનના ખૂણાઓ ત્યારે ભેળા થઈકચસૂરી આંખોમાં સમાય ! અચાનકસમયની ગાંસડીઓ તડાતડ તૂટી;તારીખો વેરઈ ગઈ.એ જ પંથ પર ચાલવાનુંસતત; તોય ઘાસ પાણી જેવું બેઉ કાંઠે વહ્યું જાય.મને આગળ ધકેલી પૂંઠે રહી જાય !પાછલા પડાવ પર કેવું હતું ?માણસના મન જેવું પહોળું પહોળું ઘાસઘાસ હાથી હતુંઘાસ ઘેટું હતું વિસ્તરેલું વન હતું ઝીણી ઝીણી ધજાઓનું !

લાભશંકર ઠાકર ~ પરોઢનાં ઝાકળમાં * Labhshankar Thakar * Lata Hirani

પરોઢનાં ઝાકળમાં તડકો પીગળે. પીગળે પીગળે પડછાયાના પ્હાડ. ને આંસુમાં ડૂબતી તરતી તરતી ડૂબતી અથડાતી ઘુમરાતી આવે થોર તણી કાંટાળી લીલી વાડ. વાડ પરે એક બટેર બેઠું, બટેર બેઠું, બટેર બેઠું ફફડે ફફડે ફફડે એની પાંખ. દાદાની આંખોમાં વળતી ઝાંખ. ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી આછા આછા અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા ઠક્‌

જયંત પાઠક ~ થોડો વગડાનો * આસ્વાદ : રવીન્દ્ર પારેખ * Jayant Pathak * Raveendra Parekh

થોડો વગડાનો શ્વાસ ~ જયંત પાઠક  થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર;છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર;રોમ મારાં ફરકે છે ઘાસમાં,થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને પીએ માટીની ગંધ મારાં મૂળ;અર્ધું તે અંગ મારાં પીળાં પતંગિયાં ને અર્ધું તે તમરાંનું

લતા હિરાણી ~ વહાલનું * રાધેશ્યામ શર્મા * Lata Hirani

મારી અંદર વસે છે એક સુકુંભઠ્ઠ ગામ એની ખરબચડી શેરીઓમાં હું સતત પડું આખડું ને લોહી ઝાણ થાઉં રેતીની ડમરીમાં અટવાય ઓશિયાળું હાસ્ય વહાલનું એકાદ વાદળ કણસતી નસોને જડે તો ચસચસ ચાટું મને વીટળાઇ વળે છે એક ઘનઘોર ઇચ્છા આખાયે ગામને ઉલેચી નાખી દઉં ઊંડી ખીણમાં ? તો થઇ શકું કદાચ સુંવાળું આભ. ~ લતા

સંજુ વાળા ~ મનમોજી * રમણીક સોમેશ્વર * Sanju Vala * Ramnik Someshwar

મનમોજી અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજીજૂઈ મોગરા પહેરી-બાંધીભરી બજારે નીકળવામાં શું લાગે બટટૉજી? કરું વાયરા સાથે વાતો, ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચુંકિયા ગુનાના આળ, કહો ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું?તે એને કાં સાચી માની, વા-વેગે જે વહેતી આવી અફવા રોજબરોજીઅમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી…….  મંદિરના પ્રાંગણમાં ભીના વાળ

Scroll to Top