એષા દાદાવાળા : કવિતા લખતી હોઉં * Esha Dadawala

કવિતા લખતી હોઉં ત્યારે તારી સાથે વાત કરતી હોઉં એવું લાગે છે એટલે કે જ્યારે-જ્યારે તારી સાથે વાત નથી થતી ત્યારે-ત્યારે કવિતા લખતી હોઉં છું તું આવી શકે તો આવ હવે મારે કવિતા લખવી બંધ કરવી છે, બસ !!   ~ એષા દાદાવાળા મૂળ પોસ્ટીંગ 20.10.2020

રમેશ પારેખ ~ ગીત Ramesh Parekh

ગાતાં ખોવાઇ ગયું ગીતકે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતનેઆથમી ન જાય એમ રાખુંભીડેલી પાંપણમાં કોણ જાણે કેમફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં ગાતાં ખોવાઇ ગયું ગીતકે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં આંગળીની ફૂંકથી ન ઓલવી શકાયએવા પથ્થરમાં ઝળહળતા દીવાપાણીથી ફાટફાટ

ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’ – તું તારા દિલનો દીવો * Bhogilal Gandhi ‘Upavasi’

🥀 🥀 તું તારા દિલનો દીવો થા નેઓ રે ઓ રે ઓ ભાયા …. રખે કદી તું ઊછીના લેતો, પારકાં તેજ ને છાયાએ રે ઊછીના ખૂટી જશે ને, રહી જશે પડછાયાઓ રે ઓ રે ઓ ભાયા….. કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેટ છુપાયાનાની શી સળી અડી ના અડી, પ્રગટશે રંગમાયાઓ રે ઓ રે ઓ ભાયા…..

ભાલણ – નાવિક વળતો બોલીયો

નાવિક વળતો બોલીયો, સાંભળ મ્હારા સ્વામ સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક. આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર બે મળીને શું જામે ?

જયંત પાઠક – રસ્તાઓ અચાનક * Jayant Pathak

રસ્તાઓ અચાનક મળી ગયાબે ઘડી વાતે વળગ્યા નેછૂટા પડી ગયા. ઝરણાં અચાનક મળી ગયાંએકબીજાને ભેટ્યાં નેભળી ગયાં. અમે અચાનક મળી ગયાં-અમે, ના રસ્તા કે ના ઝરણાંએટલે-ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! ~ જયન્ત પાઠક 9.10.2020

ઉમાશંકર જોશી – સમયની ચીસ * Umashankar Joshi

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ? મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ? સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ? દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ? મુક્તિ, વળી નવતર બંધનની માયા ?સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?  ~

લોકગીત ~ દાદાને આંગણે આંબલો

દાદાને આંગણે આંબલો  આંબલો ઘોર ગંભીર જો. એક જ પાન મેં ચૂંટીયું દાદા ગાળ મ દેજો. અમે રે લીલુડા વનની ચરકલડી ઊડી જાશું પરદેશ જો. આજ રે દાદાજીના દેશમાં કાલે જાશું પરદેશ જો. દાદાને વહાલા દીકરા અમને દીધા પરદેશ જો.. દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર જો.. 9.10.2020

નરસિંહ મહેતા – એવા રે અમો * Narsinh Maheta

એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રેહવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે ગાતું રે.  કરમ-ધરમ ની વાત જેટલી, તે મુજને નવ ભાવે રેસઘળા પદારથ જે થકી પામ્યો, તે મારા પ્રભુજીની

મીરાંબાઈ – કાનુડો શું જાણે

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લાસોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો હું વેરાગણ કા’ના, તમારા નામની રે,કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો બાઈ મીરાં કે

Scroll to Top